Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવસીટીમાં ગઇકાલે શિક્ષક દીન નીમીતે એમ.બી.એ. ભવન દ્વારા એન.એફ.ડી.ડી. હોલ ખાતે ફેકલ્ટી ડેવલપમેન્ટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવસીટીના ૨૫૦ જેટલા અઘ્યાપકોને પ્રોફેસરોને વિઘાર્થીને રસ પડે તેવી રીતે કેમ ભણાવયા તે વિશે આઇ.આઇ.એમ અમદાવાદાના પ્રોફેસર મુકુન્દ રવિએ માર્ગદર્શન આપી ટીચીંગ કઇ રીતે કરાવું તેની માહીતી પુરી પાડી હતી.આ ફેકલ્ટી ડેવલપમેન્ટ સેમીનાર શિક્ષક દીન નીમીતે યોજવામાં આવ્યો હતો. બીઝનેશ કેસના માસ્ટર ગણાતા એવા આઇ.આઇ.એમ.ના પ્રોફેસર મુકુન્દ રવિએ પ્રોફેસરોને કઇ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવો,  ટિચીંગ કઇ રીતે સારુ કરાવી શકાય. ટેનિગ્ર કોચીંગ કલાસ યોજવા સહીતના મુદ્દે માહીતી આપી હતી. અને આ સેમીનારમાં સૌરાષ્ટ્ર યુનિવસીટીના પ્રોફેસરો, અઘ્યાપકો સહીતના હાજર રહ્યા હતા. તેમજ સેમીનારની શ‚આત સૌરાષ્ટ્ર યુનિવસીટીના કુલપતિ પ્રો. પ્રતાપસિંહ ચૌહાણે દિપ પ્રગાટય દ્વારા કરી હતી અને અંદાજે પ વાગ્યા સુધી સેમીનાર ચાલ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.