Abtak Media Google News

બોડેલી કાચા અનાજ ના વેપારીને  71 લાખ ના ચેક આપી છેતરપિંડી કરનાર કેતન ડામોર ની ટ્રાન્સફર વોરંટ થી કબ્જો મેળવી બોડેલી પોલીસે  રિમાન્ડ મેળવ્યા હતા.

વર્ષ 2014 દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના અનાજ ના વેપારીઓ તેમજ ખેડૂતો ના લાખો રૂપિયા ની છેતરપિંડી કરી નાસતો ફરતા કેતન ડામોરને લુણાવાડા પોલીસે ધરપકડ કર્યા બાદ બોડેલી પોલીસ ને ટ્રાન્સફર આપ્યો હતો બોગસ ચેક આપી છેતરપિંડી આચરનાર કેતન ડામોરને પોલીસે બોડેલી કોર્ટ માં રજૂ કરતાં 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.  

બોડેલી માં કાચા અનાજ નો વેપાર કરતાં નિલેશભાઈ ઓમપ્રકાસ અગ્રવાલ જે પવન ટ્રેડર્સ ના નામથીઓ દુકાન ધરાવે છે વર્ષ 2014 માં કેતન ડામોરે છ માસ સુધી નિલેષ ભાઈ સાથે રેગ્યુલર ટર્ન ઓવર કર્યું હતું અને ત્યાર બાદ 71 લાખ નો કાચા માલ નો જથ્થો લઈ જઇ એક્સિસ બેન્કના ચેક આપ્યા હતા નિલેસ ભાઈ એ  વિશ્વાસમાં રહી ચેક લઈ લીધા હતા પરંતુ તે ચેક નાખતા બોગસ પૂરવા થયા હતા જેની બોડેલી પોલીસ મથકે રૂપિયા 71 લાખ ની છેતરપિંડી ની ફરિયાદ દાખલ કરી હતી   

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.