Abtak Media Google News

રોજ ઘ્વજવંદન બાદ જ ફેટકરીમાં શરૂ કરાય છે કામકાજ

ફાલ્કન વેલ ફેર ફાઉન્ડેશન દ્વારા 60 થી વધુ શહીદ પરિવારોને પણ કરાય છે આર્થિક મદદ

અબતક, રાજકોટ

આઝાદીના અમૃત મહોત્સવમાં લોકો રાષ્ટ્ર પ્રેમના રંગે રંગાયા છે ત્યારે ફાલ્કન કંપની દ્વારા વાવડી ઇન્ડસ્ટ્રીઅલ એરીયા ખાતે આવેલા ઉત્5ાદન પ્લાન્ટમાં પ00 થી વધુ કર્મચારીઓને રાષ્ટ્રઘ્વજ અર્પણ કરી હર ઘર ત્રિરંગા અભિયાનને વેગવંતુ બનાવવામાં આવ્યું હતું.

આ અંગે વધુમાં ફાલ્કન કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર ધીરજલાલ સુવાગીયા અને એકઝીકયુટીવ ડાયરેકર કમલનયન સોજીત્રાએ જણાવ્યું હતું કે કંપનીનો બીઝનેસ રાષ્ટ્રભાવના સાથે કરવામાં આવે છે. નવી ઓફીસ કે શો રુમના ઉદધાટન પ્રસંગે જે તે વિસ્તારોના શહીદ જવાનોના પરિવારજનોનું સન્માન કરી સન્માનનિધિ અર્પણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 60 થી વધુ શહીદ પરિવારોને સન્માનનિધિ ફાલ્કન કંપનીના ફાઉન્ડેશન દ્વારા અર્પણ કરવામાં આવેલ છે. ફેકટરીમાં રોજ કર્મચારીઓ પણ ઘ્વજવંદન કર્યા બાદ જ કામની શરુઆત કરે છે.

Dsc 8883

તેઓએ ઉમેર્યુ હતું કે ફાલ્કનનો રાષ્ટ્રધર્મ એટલે, કોઇપણ જ્ઞાતિ અને સંપ્રદાયના યુવાન શિક્ષિત દિકરા – દિકરીઓને સાથે જોડી તેઓને માન સન્માન સાથે જીવનમાં આગળ વધવાની તકો ઉભી કરવી, વધુમાં વધુ રોજગાર આપવો, શૈક્ષણિક સંસ્થામાં સહાય આપવી, સ્વાસ્થ્ય સહકાર આપવો, સામાજીક જવાબદારીમાં આર્થિક સહયોગ આપવો અને ભારત નિર્માણમાં સહયોગી બનવું એ જ છે.

ફાલ્કન પંપ વિશ્ર્વસ્તરીય ડિઝાઇન અને ટેકનોલોજીનો અનોખો સુમેળ ધરાવે છે. ફાલ્કન પંપ હંમેશાથી ઇનોવેશન અને ગુણવત્તાયુકત સોલ્યુશન પ્રદાન કરવા ઉપર કેન્દ્રિત રહ્યું છે અને આ વિચારધારાને જાળવી રાખતા કંપનીએ અદ્યતન ટેકનોલોજીથી સજજ પ્રોડકટસ રજુ કરી છે જે ખેડુતો અને ઔઘોગિક સમુહને ખુબ જ ઉપયોગી સાબિત થઇ છે.

રાજકોટ સ્થિત અને સમગ્ર અને સમગ્ર ભારતમાં ફાલ્કનના એસ.એસ. પંપ સેટની ફાલ્કન ટાઇપ ડિઝાઇનનો લાભ લઇ અન્ય કંપનીઓ પણ કરોડો રૂપિયાનું ટર્નઓવર છે. જે ફાલ્કનના સંશોધનનું અને સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.