Abtak Media Google News
ગોંડલની દીકરીઓ છેલ્લા બે વર્ષથી બોકોવેનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે

અબતક, જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ

યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધનું બ્યુગલ ઘણા દિવસો પહેલા ફૂંકાઈ ચૂક્યું હતું અને યુદ્ધ શરૂ થઈ જતા સમગ્ર વિશ્વ પર ચિંતાના વાદળો ઘેરાયા છે ત્યારે ભારતીય નાગરિકોને દેશ પરત લાવવા માટે સરકાર પણ કામે લાગી ગઇ હોવા છતાં પણ ગોંડલ થી એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેન ગયેલ બે દીકરીઓ દેશ પરત ન આવી શકતા પરિવાર ચિંતિત બની જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેરના જેતપુર રોડ પર આવેલ સંજય સોસાયટીમાં રહેતા અને જામવાળી જીઆઇડીસી માં દિપાલી ઓઇલ ચલાવતા રાજેશભાઈ રામાણી ની પુત્રી બંસી અને દાસી જીવણ પાર્ટી પ્લોટ પાસે રહેતા અને પ્રમુખ મેડિકલ ચલાવતા શૈલેષભાઈ દાફડા અને પુત્રી દેવાંશી છેલ્લા બે વર્ષથી બુકોવેનિયા ખાતે આવેલ યુનિવર્સિટીમાં એમબીબીએસના અભ્યાસ કરી રહી છે દરમિયાન યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થઇ જતા હાલ આ બન્ને દીકરીના પરિવાર ઘેરા શોકમાં ગરક થઇ જવા પામ્યો છે.

વર્તમાન પરિસ્થિતિ અંગે રાજેશભાઈ રામાણીએ જણાવ્યું હતું કે પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક આ દ્વારા છેલ્લા પંદર દિવસથી બંને દીકરીઓને પરત લાવવા માટે સરકારને અનેક રજૂઆતો કરવામાં આવી હતી તેમ છતાં પણ દીકરીઓને પરત લાવવામાં સફળતા મળી ન હતી કારણકે હાલ ત્યાં સિનિયર સિટીઝનો અને નાના બાળકોને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે ગુરુવારે સવારે જ રાજેશભાઈ રામાણીને પુત્રી બંસી સાથે વાત થઇ હતી ક્યારે જણાવ્યું હતું કે ઇન્ડિયન એમ્બેસી ની નવી જાહેરાત આવી છે તેઓ દ્વારા માલ સામાન પેક કરી રાખવાનું અને બેન્કમાંથી જરૂરિયાત મુજબના નાણા ઉપાડી હાથ ઉપર રાખવાનું જણાવાયુ છે ગમે ત્યારે ઇમરજન્સી જાહેર થઈ જશે, શક્ય હશે તો ચાર્ટડ પ્લેન અથવા તો કોઈપણ વાહન મારફતે નજીકના દેશમાં શિફ્ટ કરી દેવામાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ યુદ્ધ ની વિકટ પરિસ્થિતિમાં સાત સમુંદર પાર રહેતા સંતાનોની ચિંતા તો પરિવારજનોને થાય તેસ્વાભાવિક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.