Abtak Media Google News

૧૪૫ તાલીમાર્થીઓએ સંવાદનો લાભ લીધો

ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ દ્વારા મહિલા આઈ ટી આઈ રાજકોટ ખાતે વિશ્વ એઇડ્સ દિન નિમિતે તાલીમાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૪૫ તાલીમાર્થીઓએ આ સંવાદનો લાભ લીધો હતો અને એચઆઈવી એઇડ્સને નાથવા માટે સજાગ બન્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં મહિલા આઈ ટી આઈના ઇન્સ્ટ્રકટર પારૂલબેન સોલંકી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનોને આવકાર્યા હતા, ત્યારબાદ પુષ્પગુછથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ફેમીલી પ્લાનિંગ એશોસીએશન ઓફ ઇન્ડિયા રાજકોટ બ્રાંચ કાઉન્સેલર કમ પ્રોગ્રામ ઓફિસર મહેશ રાઠોડે ઉપસ્થિત સૌ મહેમાનોનું પરિચય કરાવ્યો હતો તથા આજના કાર્યક્રમનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે યુવાનો ભારતની કરોડરજ્જુ સમાન છે આ કરોડરજ્જુને ભાંગવામાં એચઆઈવી એઇડ્સ નામનો દૈત્ય સફળ રહ્યો છે. તો આ બાબતને ખુબજ ગંભીરતાથી લેવા જણાવ્યું હતું. મેનેજર જશુભાઈ પટેલે એફ પી એ આઈ નો ઈતિહાસ તથા  ચિકિત્સક અને બિન ચિકિત્સક સેવાઓ વિષે માહિતી આપી હતી.

જીલ્લા પંચાયત રાજકોટના એડીશનલ ડાયરેક્ટર ઓફ હેલ્થ  ડો.પી કે સિંઘ દ્વારા પ્રાસંગિક પ્રવચન પૂરું કરવામાં આવ્યું હતું. જેમાં તેમણે ૩૨ વર્ષમાં વાયુ વેગે ફેલાયેલો આ ચેપ માટે કોઈ ઈલાજ નથી , તેમણે એક એચ આઈ વી ગ્રસ્ત વ્યક્તિના જીવન વિષે ચર્ચા કરીને વ્યક્તિના આર્થિક અને સામજિક ભંગાણ ને સ્પષ્ટ કર્યું હતું આ ઉપરાંત તેમણે શરીરમાં સ્વેતકણો ની કામગીરી, એચ આઈ વી ચેપ લાગવાના કારણો તેમજ જીવનમાં સંયમિતતા રાખવા જણાવ્યું હતું તેમજ રસીકરણ , બાળ મૃત્યુદર , આયુષ્યમાન ભારત યોજના , સ્કુલ હેલ્થ કાર્યક્રમ, વગેરે વિષે ઉંડાણથી માહિતી આપી હતી.

ડો.પ્રોફેસર પ્રદીપભાઈ જોબનપુત્રાએ જણાવ્યું હતું કે ૩.૭૯ મિલિયન જેટલા લોકો આ ચેપથી આખા વિશ્વમાં પીડાય છે, ગુણાકારની શ્રેણીની જેમ સતત ફેલાતો જાય છે. તેમણે આ બાબતને ધ્યાનમાં રાખીને અત્યાર સુધીના પ્રયત્નો નિરર્થક નીવડ્યા છે તેમ જણાવ્યું હતું અને સર્વેની જવાબદારી છે તે બાબતે ધ્યાન દોર્યું હતું, તેમણે એચઆઈવી ફેલાવના કારણો, રોગપ્રતિકારક શક્તિ અને સાંપ્રત સમયમાં લગ્ન બહારના અને લગ્ન પહેલાના જાતીય સંબંધો અને તે કોઈપણ જાતના પ્રોટેક્શન વગરના છે. તે એક કારણ પણ છે, આ ઉપરાંત તેમણે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ સાથે સમાજની જે માન્યતા છે તે પણ દુર કરવા ભલામણ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.