નાથદ્વારામાં શ્રી નાથજીની ઝાંખી કરતી જાણીતી અભિનેત્રી કંગના રનૌત

જાણીતા અભિનેત્રી અને મહારાષ્ટ્રમાં મુંબઇ કોપોરેશન સામે જંગે ચડી દેશ ભરમાં લાઇન લાઇટમાં આવેલ કંટના રનૌતે ગઇ કાલે નાથદ્વારામાં શ્રીનાથજીની ઝાંખી કરી ધન્યતા અનુભવી હતી.

ગઇ કાલે મુંબઇથી ઉદેપુર બાય પ્લેન માર્ગે આવી ઉદપુરથી મોટર માર્ગ સમગ્ર વૈષ્ણવોના આસ્થાનું પ્રતિક એવા નાથદ્વારા આવી પહોંચેલ કંગના રનૌતે બપોરે 11 વાગે વી.આઇ.પી. મોતી મહેલ ગેઇટથી અંદર પ્રવેશતા શ્રીનાથજી મંદિરના સી.ઇ.એ. જીતેન્જદ્ર ઓઝા દ્વારા કંગના રનૌત ને મંદિર વિશે જાણકારી આપી હતી. ત્યાર બાદ બપોરે રાજભાગની શ્રીનાથજીની ઝાંખી કરી ધજાજીના દર્શક કરી મંદિર પરિસરમાં તિલકાયત મહારાજ શ્રીના પ્રતિનીધી નિરંજન દ્વારા કંગના રનૌતને શ્રીનાથજીનું ઉપેણું પહેરાવી પ્રભુનો રાજભોગનો પ્રસાદ અર્પણ કર્યો હતો. આ તકે કંગના રનૌતે મંદિરના પરિસરમાં જણાવેલ કે જીવનમાં ઘણા સમયથી શ્રીનાથજી બાવાની ઝાંખી કરવાની ઇચ્છા હતી તે આજે શ્રીજીનો હુકમ થતા પુરી થઇ છે. આજનો દિવસ ઇન્ય થઇ ગયો.


વધુમાં મંદિરના સીઇઓ જીતેન્દ્ર ઓઝાને જણાવેલ કે જો હજુ શ્રીજીનો હુકમ થશે તો શ્રીજી બાવાની આઠે આઠ ઝાંખી કરવાની ઇચ્છા છે.ગઇ કાલે કંગના રનૌત શ્રીનાથજીના ધામનાથ દ્વારામાં પધારતા મંદિરના પરિસરમાં એક કલાકનું રોકાણ કર્યુ હતુ, ત્યા તેઓએ ઝાંખી બાદ પાનધરા, પ્રસાદ ઘર સહિતની મુલાકત લઇ ભારે ઇન્યતા અનુભવી હતી. અભિનેત્રીની સાથે મંદિરના સીઇઓ જીતેન્દ્ર ઓઝા મંદિરના મિડીયા પ્રભારી કૈલાશ પાલીવાલ જોડાયા હતા.