Abtak Media Google News

કોરોના કટોકટી વચ્ચે ખેત નીકાસ 18 ટકાનો વધારો.. 

 

વૈશ્વિક આર્થિક મંદીના માહોલમાં ઘઉં ચોખા સોયાબીન મસાલા ખાંડ કપાસ શાકભાજી નિકાસ થકી3283 કરોડની આવક 

કોરોના કટોકટીમાં વિશ્વ આર્થિક મંદી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ અટકી ગયો હોવાથી રાજકોષીય ખાધ અને નાણાકીય તરલતાનો અભાવ સમગ્ર વિશ્વને સતાવી રહ્યો છે ત્યારે મહામારી ના આ કપરા કાળમાં પણ ભારતના ખેત નિકાસ માં ભારે વધારો નોંધાયો છે.

કોરોના મહામારી ના પગલે ગયું વર્ષ ભારે મંદીનું રહ્યું હતું પરંતુ ભારતમાં કૃષિ વિકાસમાં 18 ટકાનો વધારો નોંધાયો હતો અને વર્ષ 2020માં 2.31 લાખ કરોડ નિકાસ સામે 2021 18 ટકા જેટલા નિકાસમાં વધારો થઈને 2.74 લાખ કરોડની નિકાસ થઈ હતી સારા વર્ષના પગલે મતલબ ખેત ઉત્પાદન અર્થતંત્ર માટે સહારો બની ગયો હતો ત્યારે ઘઉં બિન બાસમતી ચોખા સોયાબીન ગરમ મસાલા ખાંડ કપાસ તાજા શાકભાજી પ્રોસેસ શાકભાજી અને આલ્કોહોલિક પીણા નિકાસ વધી હતી સૌથી વધુ નિકાસ ઘઉંની થઈ હતી ગયા વર્ષની 425 કરોડ રૂપિયાની ઘઉંની નિકાસમાં 727ટકાનો વધારો થયો હતો અને 3283 કરોડ રૂપિયાની માત્ર ઘઉંની નિકાસ થઈ હતી નાફેડ દ્વારા અફઘાનિસ્તાનમાં 50,000 ટન ઘઉં અને ચાલીસ હજાર ટન જેટલું ચોખા લેબમાં નિકાસ કરી હતી સરકારી વ્યવસ્થા મુજબ થયેલી આ નિકાસમાં ભારતની કોરોના કટોકટીના સમયમાં પણ પોતાના આશ્રિત દેશોની પુરવઠા વ્યવસ્થા ખોરવાઇ ન જાય તે માટે ની દરકાર ની વિશ્વે નોંધ લીધી હતી વિશ્વ પુરવઠા વ્યવસ્થા અને ખાસ કરીને અનાજનો પુરવઠો સંપૂર્ણપણે જળવાઈ રહે અને નિરંતર પણ એ જરૂરિયાત મંદોને અનાજ મળી રહે તે માટે દિવસે ખેવના રાખી હોવાનું કૃષિ મંત્રાલય એક યાદીમાં જણાવ્યું હતું

એપ્રિલ 20 અને ફેબ્રુઆરી 21 વચ્ચેના સમયગાળામાં દેશમાં કૃષિ પેદાશ નું 1.41 લાખ કરોડ આયાત ગયા વર્ષના 1.37 લાખ કરોડ માં પણ ત્રણ ટકા વૃદ્ધિ આવી હતી આયાત નિકાસના આંકડાઓ માં મંત્રાલયે જણાવ્યું હતું કે કોરો કટોકટીની પરિસ્થિતિ માં પણ વેપાર ઉદ્યોગ નું સંકલન જાળવવા સરકારે કરેલા પ્રયાસો માં સફળતા મળી છે આયાતમાં પણ 93.907 રોડ સામે 1.32 લાખ કરોડ સુધી પહોંચી છે સમગ્ર વિશ્વમાં એક તરફ મહામારીને વેપાર-ઉદ્યોગ મા ભારે મંદી પ્રવર્તી રહી છે તેવા સંજોગોમાં ભારતના અર્થતંત્રને કૃષિક્ષેત્રનો આધાર મળી રહ્યો છે અને નીકાસથી આવક થઇ હતી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.