Abtak Media Google News

ધ ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહનું ૯૧ વર્ષનીવયે કોરોનાથી નિધન થયું છે. પોતાના જીવનકાળમાં અનેક મેડલો પ્રાપ્ત કરીને દેશનું નામ રોશન કરનાર મિલ્ખાસિંહ ૨૦ મેના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. મિલ્ખાસિંહની ચંદીગઢમાં સારવાર ચાલી રહી હતી. પાંચ દિવસ અગાઉ તેમના પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશંસના કારણે નિધન થયુ હતુ.

મહાન ઓલિમ્પિયન તરીકે ઓળખાતા મિલ્ખાસિંઘે બનાવ્યા હતા અનેક રેકોર્ડ

મિલ્ખાસિંહ ટ્રેક એંડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાની કારકિર્દીમાં તેમણે અનેક રેકોર્ડ સ્થાપ્યા. અને ચંદ્રકો જીત્યા. મેલબર્નમાં ૧૯૫૬ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યુ હતુ. રોમમાં ૧૯૬૦ના ઓલિમ્પિક અને ટોક્યોમાં ૧૯૬૪માં પણ મિલ્ખાસિંહે શાનદાર પ્રદર્શનની સાથે દાયકો સુધી દેશના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.

મિલ્ખાસિંહના નિધન પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહે સહિત નેતાઓ, અભિનેતાઓએ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કરીને સ્વર્ગસ્થ મિલ્ખાસિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Milkha 1

મિલ્ખાસિંહ અને તેના પત્ની નિર્મલ કૌર ૨૦ મેના રોજ કોરોનાથી સંક્રમિત થયા હતા. ૨૪ મેના રોજ બન્નેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૩૦મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ આપીને થોડા દિવસ અગાઉ જ ઘરે લાવવામાં આવ્યા હતા. અને ઘરે જ સારવાર ચાલી રહી હતી. તેના ઓક્સિજન લેવલ ઘટવાથી ત્રણ જુનના રોજ ફરીથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ પણ ચાર જુને મિલ્ખાસિંહ સાથે ફોન પર વાત કરી હતીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.