Abtak Media Google News

વી.શાંતારામે ‘ગીત ગાયા પથ્થરોને’માં બ્રેક આપ્યો અને ત્રીજી ફિલ્મમાં હિન્દી ફિલ્મોના જેમ્સ બોંડ બની ગયા: તેમની 200 ફિલ્મોમાંથી 150થી વધુ ફિલ્મો બોક્સ ઓફિસ પર હીટ નીવડી હતી: શ્રીદેવી સાથે તેમની જોડી જામી ગઇ હતી અને આ જોડીની તમામ ફિલ્મો હીટ નીવડી હતી

હાલ તેઓ લાઇમ લાઇટથી દૂર રહીને પોતાની ખ્યાતનામ કંપની બાલાજી ટેલીફિલ્મ અને બાલાજી મોશન પિક્ચર્સના અધ્યક્ષ તરીકે કાર્યરત છે: તેની ફિલ્મનો યુવાવર્ગ દિવાનો હતો: ટી શર્ટ અને સફેદ બુટનો શોખ હોવાથી તેની લગભગ ફિલ્મોમાં જોવા મળતાં.

 

Ekta Kapoor And Father Jeetendra Kapoor 1

ફિલ્મ અભિનેતા જીતેન્દ્રની ઉછળકૂદ ડાન્સ સાથે ચોકલેટી હિરોની છાપથી વિતેલા વર્ષો હીટ ફિલ્મોથી યુવાવર્ગમાં ખૂબ જ લોકપ્રિય હતા. 7 એપ્રીલ 1942ના રોજ અમૃતસર પંજાબમાં જન્મેલ જીતેન્દ્રનું મૂળ નામ રવિકપૂર હતું. 1960થી 1990 સુધીના સતત ત્રણ દશકામાં તેની ઘણી હીટ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી હતી. તે અભિનેતાની સાથે ટીવી અને ફિલ્મ નિર્માતા પણ છે. બાલાજી ટેલીફિલ્મસ, બાલાજી મોશન પિક્ચર્સ અને એ.એલ.ટી. એન્ટરટેનમેન્ટના અધ્યક્ષ છે. તેના દ્વારા ધારાવાહિક સિરીયલોમાં બહુ મોટું નામ ધરાવે છે. પુત્રી એકતા કપૂર નિર્માત્રી છે તો પુત્ર તુષાર કપૂર અભિનેતા છે. આજે 79 વર્ષે પણ પૂર્ણ રીતે કાર્યરત છે.

1980થી 90 ના દશકામાં દક્ષિણ ભારતની રીમેક ફિલ્મોમાં તેનો જમાનો હતો જેમાં શ્રીદેવી, જયા પ્રદા જેવી હિરોઇનથી ફિલ્મોને ચાર ચાંદ લાગી જતા હતા. જીતેન્દ્ર બોલીવુડના સૌથી સફળ અભિનેતામાંથી એક ગણાય છે. પંજાબમાં તેમણે નકલી આભૂષણો એટલે કે ઇમીટેશન જ્વેલરીનું બહું મોટું કામ હતું. તેના શાળા જીવનમાં રાજેશ ખન્ના તેની સાથે ભણતા હતા. જ્વેલરી માટે તે ફિલ્મ નિર્માતાને મળવાનું થતું. બોમ્બે આવ્યા બાદ ખ્યાતનામ નિર્માતા વી.શાંતારામ સાથે મુલાકાત થઇ હતી. જેને જીતેન્દ્રને પ્રથમ ફિલ્મી બ્રેક આપ્યો હતો.

Lgeisj3 Ekta Jeetendra Throwback Picture 625X300 01 May 20

વી.શાંતારામે ‘ગીત ગાયા પથ્થરોને’ બ્રેક આપ્યો. બાદમાં ‘બુંદજો બન ગયે મોતી’ ફિલ્મ આવી. પરંતુ 1969માં આવેલી ‘ફર્જ’ ફિલ્મથી તે હિન્દી ફિલ્મોના જેમ્સ બોન્ડ બની ગયા હતા. ટી શર્ટ, સફેદ બુટ જેવા યુવાવર્ગને આકર્ષતા વસ્ત્રો સાથે જપીંગ જેક ઉછળ કૂદ ડાન્સ જેવી વિવિધ ક્ષમતાને કારણે જીતેન્દ્રનું નામ બોલીવુડમાં ટોચ પર પહોંચી ગયું. કારર્વા, હમજોલી જેવી ફિલ્મો બાદ તેને ‘જપીંગ જેક ઓફ બોલીવુડ’નું બિરૂદ મળ્યું હતું. તેણે 200થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો છે.

1982/83માં સંજોગ, ઔલાદ, મવાલી, હિંમતવાલા, તોહફા જેવી હિટ ફિલ્મોમાં અભિનયના બળ ઉપર ફિલ્મ જગતમાં નંબર વન બન્યા. 80ના દશકામાં જીતેન્દ્રની જોડી મુમતાઝ, હેમામાલીની, મૌસમી ચેટરજી, રીના રોય, નિતુસિંહ, રેખા, સુલક્ષણા પંડિત, બિંદીયા ગૌસ્વામી જેવી વિવિધ અભિનેત્રી સાથે કામ કર્યું. જીતેન્દ્રની પત્ની શોભા કપૂર બ્રિટીશ એરવેઝમાં એર હોસ્ટેસ તરીકે કાર્યરત હતી. જીતેન્દ્રને ગુલઝાર, સંજીવ કુમાર, રાજેશ ખન્ના જેવા વિવિધ કલાકારો સાથે ખૂબ જ સારા સંબંધો હતા. જીતેન્દ્રએ છેલ્લે તેની પુત્રી એકતા કપૂરની ફિલ્મ “કુછ તો હૈ” નાનકડો રોલ કર્યો હતો.

જીતેન્દ્રને 2000માં લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સાથે 2002માં ન્યુયોર્કમાં જી ગોલ્ડ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તેને પ્રથમ ફિલ્મ 1959માં ‘નવરંગ’ હતી. બાદમાં 1964માં ‘ગીત ગાયા પથ્થરોને’ને પછી આવી 1969માં ‘ફર્જ’ જે સુપર ડુપર ગઇને જીતેન્દ્રનો સિતારો ચમકી ગયો. 1968માં આવેલી ‘મેરે હુજુર’માં અખ્તર હુશેનનું પાત્ર આજે પણ તેના ચાહકોને યાદ હશે. 1960થી 1985 સુધીના 25 વર્ષ સુધી યુવાવર્ગ જીતેન્દ્રના જબ્બર ચાહક હતા. તેની ફિલ્મો પ્રથમ દિવસે પ્રથમ શોમાં જોવા વાળાની સંખ્યા પણ ઘણી હતી. ટાઇટ પેન્ટ, ટીશર્ટ, સફેદ બૂટએ જમાનાના યુવાવર્ગ પહેરીને તેના જેવી હેર સ્ટાઇલ પણ રાખતા જોવા મળતા હતા.

જીતેન્દ્રની 1960થી 70 વચ્ચે આવેલી ફિલ્મોમાં પરિવાર સુહાગરાત, ઔલાદ, ધરતી કહે પુકાર કે, દો ભાઇ, જીનેકી રાહ, જીગરી દોસ્ત, વિશ્ર્વાસ, વારીસ, હિંમત, ખિલૌના જેવી હીટ ફિલ્મો હતી. 1971થી 75ના ગાળામાં જીતેન્દ્રની બિખરે મોતી, ચાહત, કઠપૂતલી, કારવા, બનફૂલ, એક બેચાર, બનફૂલ, પરિચય, ભાઇ હો તો ઐસા, રૂપ તેરા મસ્તાના, ગહેરી ચાલ, બીદાઇ, જૈસે કો તૈસા, દુલ્હન, ખુશ્બુ, આખરી દાવ જેવી ફિલ્મો તો 1976થી 80માં નાગીન, જયવિજય, કિનારા, દિલદાર, અપનાપન, કર્મયોગી, સ્વર્ગ-નર્ક, બદલતે રીસ્તે, નાલાયક, આતિશ, જાની દુશ્મન, ધ બર્નીંગ ટ્રેન, જુદાઇ, જ્યોતીબને જ્વાલા જેવી ફિલ્મો આવી હતી. તમીલ ફિલ્મ પરથી 1980માં ‘આશા’ ફિલ્મ ખૂબ જ હીટ નિવડી હતી.

છેલ્લા ઘણા વર્ષોથી જીતેન્દ્ર લાઇમ લાઇટથી દૂર છે. ક્યારેક રીયાલીટી શોમાં જોવા મળે છે. જીતેન્દ્રના પ્રશંસકો દુનિયાભરમાં છે. જે તેની ફિલ્મો જોઇને આનંદ લઇ રહ્યા છે. બોલીવુડના જીતેન્દ્રના સમયમાં તે સુપરસ્ટાર કહેવાતા અને એ જમાનાની મહિલાઓ જીતેન્દ્ર ઉપર આફરીન હતી. તેમની 200 ફિલ્મોમાંથી 150 જેટલી ફિલ્મો સુપરહીટ રહી હતી. આમ જોઇએ તો તેનો 1960 થી 1990 સુધીનો ફિલ્મી ગાળો રહ્યો પણ તેમણે 70 થી 80 બે દશકા બોલીવુડ પર રાજ કર્યું.

જીતેન્દ્ર-શ્રીદેવીની જોડીની લગભગ બધી ફિલ્મો હીટ ગઇ હતી. 1983માં આવેલી ‘હિંમતવાલા’ સજોડી ચમકી પછી તો ફિલ્મની સફળતા એક શ્રૃંખલા બની ગઇ હતી. બોલીવુડ ડાન્સની કોઇ પણ ચર્ચા જીતેન્દ્ર વગર અધુરી ગણાય. હિંમતવાલામાં નૈનો મે સજના… તા થૈયા…તા થૈયા… ફર્જમાં મસ્ત બહારો કા આશિક અને હમજોલી ફિલ્મમાં ઢલ ગયા દિન જે આજ સુધી સદાબહાર ગીતો રહ્યા છે. જીતેન્દ્રને 2004માં યુ.એસ.માં ‘લીજેન્ડ ઓફ ઇન્ડિયન સિનેમા’ એવોર્ડ મળ્યો હતો.

Jeetendra Family

જીતેન્દ્રએ 58ની શોભાકપૂર સાથે બાલાજી મોશન પિક્ચર્સ બેનર તળે 2001થી 2020 સુધીમાં ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે. જેમાં ક્રિષ્ના કોટેજ, શૂટ આઉટ એટ લોખંડવાલા, મીશન ઇસ્તુમ્બલ, રાગીણી એમ.એમ.એસ., મે તેરા હિરો, ઉડતા પંજાબ, ડ્રીમગલર્સ સાથે ‘વુસ યોર ડેડી’ વેબ સિરીઝનું પણ 2020માં નિર્માણ કર્યું હતું.

બોલીવુડ ડાન્સની કોઇપણ ચર્ચા જીતેન્દ્ર વગર અધુરી !!

જીતેન્દ્રની ઉછળકૂદ, ફિટ વસ્ત્રો સાથે તેમનું ચોકલેટી લુક યુવાવર્ગને પાગલ કરી દેતું. ‘હિંમતવાલા’થી તેમની અને શ્રીદેવીની જોડી જામી ગઇ હતી. આમ તો તેને ફિલ્મી ગાળો 1960 થી 1990 રહ્યો પણ 1970 થી 80 બે દશકા બોલીવુડ પર રાજ કર્યું હતું. તમીલ ફિલ્મ ઉપરથી બનેલી ‘આશા’ ફિલ્મ ખૂબ જ સફળ રહી હતી. પરિચય, કિનારા અને ખૂશ્બુ જેવી ઘણી ફિલ્મોમાં તેની ઇમેજ કરતાં અલગ રોલમાં તેની ક્ષમતા નીખરી ઉઠી હતી. તેમની તમામ ફિલ્મોના ગીતો આજે પણ બહુ જ જાણીતા છે. તેના સમયમાં તે બોલીવુડના સુપરસ્ટાર હતા. બોલીવુડ ડાન્સની કોઇપણ ચર્ચા જીતેન્દ્ર વગર અધુરી ગણાય. 1982/83ના બે વર્ષના ગાળામાં સંજોગ, ઔલાદ, મવાલી, હિંમતવાલા અને તોહફા જેવી હીટ ફિલ્મો આપી હતી. તેમની ડાન્સીંગ કલાથી તે ફિલ્મ જગતના ટોચ પર પહોંચી ગયા હતા.

ગુજરાતી ‘ચા’ના વખાણ કર્યા

ફિલ્મસ્ટાર જીતેન્દ્રના મિત્રએ અંબાજીના મંદિરે યોજેલ યજ્ઞના દર્શન કરવા ગુજરાત આવ્યા ત્યારે હિંમતનગરના હાઇવે પરના એક ઢાબા ઉપર રોકાણ કરીને ચાની ચુસ્કી લગાવીને ગુજરાતી ચાની ભરપૂર પ્રશંસા કરી હતી. તેઓએ શક્તિપીઠ અંબાજીમાં બિરાજમાન જગત જનની માં અંબાના દર્શન કરીને ભક્તિસભર યજ્ઞમાં જોડાયા હતા. તેઓ ઢાબા ઉપર 20 મીનીટ રોકાયા હતા અને ટેસ્ટી ચાના વખાણ કર્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.