ખેત ધિરાણમાં રૂ.૧૯ લાખ કરોડનો લક્ષ્યાંક “કાયાપલટ” સમાન!!!

આવકને ‘બમણી’ કરતું બજેટ???

ખેત સુધારણાની સાથે ધિરાણની મોકળાશ ઉત્પાદન નહીં ઉત્પાદકતા અને માળખાકીય સુવિધાઓથી ખેડૂતોની ચાંદી હી ચાંદી કરશે

કોરોના કાળમાં કૃષિક્ષેત્રે કરેલા અદભૂત પ્રદર્શન બાદ હવે કેન્દ્રિય બજેટથી ખેડૂતોની આવક બમણી થશે તેવી અપેક્ષા છે.

ખેત ધિરાણમાં બજેટમાં રૂ. ૧૯ લાખ કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.જેનાથી ક્ષમતા વધારવા માટે કવાયત હાથ ધરાશે. એકંદરે ઉત્પાદન નહીં ઉત્પાદકતા વધારવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ ધિરાણ મહત્વનો ભાગ ભજવશે.

ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્ર સરકારે કૃષિ ધિરાણ માટેનો લક્ષ્યાંક ૧૫ લાખ કરોડ રાખ્યો હતો જે ૨૦૨૧-૨૦૨૨માં વધારીને રૂ. ૧૯ લાખ કરોડ કરવામાં આવશે નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપની (એનબીએફસી) અને કોઓપરેટિવ બેન્કિંગ વ્યવસ્થા આ ધિરાણ વ્યવસ્થા માટે અગત્યનો ભાગ ભજવશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે તબક્કાવાર પગલાં ભરવામાં આવ્યા છે. જેમાં કૃષિ સુધારણા, ખેત ધિરાણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા સહિતના મુદ્દા સામેલ છે.

વર્તમાન સમયે ખેતીની જમીનમાં મોર્ગેજ થતું નથી, પરિણામે ખેડૂતો ધિરાણ મેળવવા માટે સક્ષમ નથી. બીજી તરફ આ બાબતે ખેડૂતો માટે અનુકૂળ વાતાવરણ સર્જાય તેવા હેતુથી સરકારે ૨૦૧૬-૧૭ બાદ સતત ખેતી ધિરાણના લક્ષ્યાંક વધાર્યા છે. વર્ષ ૨૦૧૭ ૧૮માં રૂપિયા ૧૧.૬૮ લાખ કરોડનું ધિરાણ અપાયું હતું, ૨૦૧૬-૧૭માં આ ધિરાણ રૂ.૯ લાખ કરોડનું હતું.

નાણા મંત્રી નિર્મલા સીતારામને વર્ષ ૨૦૨૦ ૨૧ના કેન્દ્રીય બજેટ સમયે રૂપિયા ૧૫ લાખ કરોડના ધિરાણ લક્ષ્યાંકનો વાયદો કર્યો હતો, હવે કેન્દ્રીય બજેટમાં આ આંકડો વધારીને રૂ ૧૯ લાખ કરોડે પહોંચે તેવી શક્યતા છે. ખેડૂતોની ઉત્પાદકતા, ક્ષમતા વધે તે માટે આ નાણાંનો ઉપયોગ થઈ શકે છે.

ખેતીમાં આધુનિકતા મહત્વની છે. સામાન્ય રીતે ખડુતોને ૯ ટકાના વ્યાજદરે ધિરાણ કરવામાં આવે છે.

જેમાં ૨ ટકા વ્યાજ રાહત મળે છે. જોકે, ખેતીની જમીન મોર્ગેજ થઈ શકતી નથી. આવી સ્થિતિમાં ખેડૂતોની ઉત્પાદકતા વધે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

Loading...