Abtak Media Google News

હાલ ગુજરાતમાં ખેડુતોની પાણી વગર દુરદશા થઇ જવા પામી છે અને જેના કારણે ખેડુતો દેવાદાર બનીને આત્મહત્યા જેવા પગલા ઉપાડે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના વેજલકા ગામના ખેડુતે પણ આત્મહત્યા કર્યા હોવાનું બહાર આવ્યું હતું ત્યારે આવુજ કઇક સુરેન્દ્રનગર જીલ્લાના ચુડા તાલુકાના વેજલકા ગામના ખેડુતનો કિસ્સો બહાર આવ્યો હતો .

આ વેજલકા ગામના ખેડુત જેઓનું નામ જરમરીયા શંકરભાઇ મનજીભાઇ છે જેઓને ચાર સંતાન છે અને જેઓ પોતાના પરીવારનું ભરણપોષણ પોતાની પાસે રહેલ એક એકર જમીન ઉપર ખેતી કરીને ગુજરાન ચલાવી રહયા હતા પણ ચાલુ વર્ષે વરસાદ ઓછો થવાને કારણે અને ગામની નજીક આવેલ નર્મદા કેનાલ સુકીછમ પડેલી હોવાને કારણે ખેતી નિષ્ફળ નિવડેલી ત્યારે આ ઘરતી પુત્રએ ખેડુતે પોતાના ખેતરમાં વાવણી માટે કર્જ પણ લીધુ હોય અને જયારે પાક નિષ્ફળે ત્યારે તે ભાગી પડતો હોય છે તેવી સ્થીતી આ શકરભાઇની થવા પામી હતી .

ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલા ભાવનગર જીલ્લાના વરતેજ ગામે પોતાના પરિવારના ભરણપોષણ અર્થે નોકરી ધંધાની શોધમાં વેજલકા ગામેથી નિકળેલ પણ પુરો દિવસ વરતેજમાં કામ ગોતતા ગોતતા વિતી ગયો અને કોઇપણ જાતની મજુરી મળેલ નહી ત્યારે પોતે ભાંગી ગયેલ અને જો આમને આમ રહેશે તો પોતાના પરિવારનું શું ? આવું વિચારીને મનોમંથન કરેલ અને છેવટે આત્મહત્યા કરવાનો વિચાર વિચારી લીધો હતો ત્યારે રાત્રીના સમય દરમ્યાન ભાવનગરના વરતેજ ગામે આ ખેડુત શ;કરભાઇએ ગળેટુપો ખાઇને પોતાનું જીવન ટુકાવ્યું હતું તો જોવાનું એ રહયું કે ખેડુતોની આવી દુરદશા કયા સુધી, પોતાના પરિવાર ઉપરથી પોતાનો છાયો તરછોડવાનો વારો કયારે પુરો થશે

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.