Abtak Media Google News

ત્રણ હજાર વિઘા જમીનમાં બંધ થયેલા પીયતથી 2000 ખેડુતોને કરોડોનું નુકશાન

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગામ નાના રામપર નસીતપર ખીજડીયા મહેન્દ્ર કપૂર અને ઉમિયા નગર ગામે ડેમી 2 જળાશયની નીચે ડેમી નદીના કિનારે આવેલો છે અને આ નદીના મોરબી શહેરના સમયે મહેન્દ્ર પુર ગામે હેઠળ એક મોટો ચેકડેમ બનાવેલ હતો જેના પાણી સંગ્રહ નો ઉપરોક્ત જણાવેલ મુજબ તમામ ગામના ખેડૂતો પોતાની ખેતીમાં પાણીનો ઉપયોગ કરતા ખેડૂતોની રોજીરોટી ચાલતી હોય ઉપરોક્ત ડેમ જે વર્ષ 2017 માં થયેલ હોય અતિવૃષ્ટિ દરમિયાન ડેમી બે દયાનંદ સાગર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના તીવ્ર ના પ્રવાહના કારણે તૂટી ગયેલ અને ખેડૂતોને ઘણું નુકસાન થયેલ જેના કારણે આ ડેમોમાં પાણીનો સંગ્રહ થતા બંધ થયો છે આ ચેકડેમ ઉપરોક્ત મુજબ ગામના ખેડૂતોને આશરે 2000 ખેડૂત પરિવાર ને ખેડૂતોના આશરે ત્રણેક હજાર વિઘામાં પિયત વાળી જમીન થી વંચિત રહે છે આ ચેકડેમ ને રીપેર કરવા માટે ખેડૂતોની માંગ છે

આ ચેકડેમ રીપેર કરવા માટે અવાર નવાર તાલુકા પંચાયત જીલ્લા પંચાયત આ તમામ વિભાગોમાં લેખિતમાં અને રૂબરૂ રજૂઆત કરવામાં આચાર્ય ગામના આગેવાનો દ્વારા અવાર નવાર રજૂઆત કરવામાં 5 વર્ષ થયા હતા આજ સુધીમાં પણ રિપેર કરવા માટે કોઈ સરકારી અધિકારી કોઈ ચેક કરવા આવેલ નથી અહીંના ચેક ડેમ આધારીત આ ચાર ગામના ખેડૂતોને ખેતીવાડીનું ઘણું બધું નુકસાન સહન કરવું પડ્યું આપની સરકાર ખેડૂતોના હિતમાં કામ કરતી હોય જેથી આ ચેકડેમ રિપેર કરવા ગામ લોકોની માંગ ઉઠી છે ખેડૂત ની માંગણી પૂરી કરવા જેથી લગત વિભાગને સુચના થવા વિનંતી કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.