Abtak Media Google News

ખેડૂત મહાસભાને સફળ બનાવવા ગુજરાત કિસાન સંધર્ષ સમિતિ રાજકોટ, ઝોન, ઓર્ડિનેશન કમિટીની બેઠક મળી

રાજકોટ ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ  સમિતિ રાજકોટ ઝોનની  કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક  ડાયાભાઇ ગજેરાના અધ્યક્ષસ્થાને મળી હતી.ખેડૂત મહાસભાને સફળ બનાવવાની તૈયારી માટે યોજાઇ હતી. આ બેઠકમાં રાજકોટ જૂનાગઢ, પોરબંદર,  દ્વારકા, સુરેન્દ્રનગર ભાવનગર, કચ્છ, મોરબી અમરેલી ગીર સોમનાથ અને બોટાદના ૪૫ જેટલા ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ૫૬ દિવસથી દિલ્હીની બધીજ બોર્ડરો ઉપર ચાલતા, ત્રણ કૃષિ કાયદા તથા નવા ઇલેકટ્રી સીટી બિલ પાછા ખેંચવાની માંગણી સાથેના શાંત અને  મક્કમ આંદોલનમાં ૬૦ ખેડૂતો શહીદ થયાં તેને એક શબ્દમાં પણ બી. જે. પી. નેતાઓ કે વડા પ્રધાન સહિતના નેતાઓ શ્રધાંજલિ કે દુ:ખ વ્યક્ત કરિયું નથી અને કોઈ ઉદ્યોગ પતિના ઘરે પુત્ર જન્મ થાય તો વધામણી માટે ૧૫૦૦ કિલોમીટર દૂર ખાસ વિમનમાં દોડી જનારા નેતાઓ  કોની પ્રત્યે લાગણી છે તે દેશની જનતાએ જોયું છે અને તે જ બતાવે છે કે સરકાર ને ખેડૂતો પ્રત્યે કેટલી કેવી લાગણી છે.  ગુજરાતના ખેડૂતો પણ દેશના ખેડૂતો સાથે ખભા થી ખભા મિલાવી ને આંદોલનમાં જોડાઈ ગયા છે.અને હવે આ આંદોલન જનતાનું આંદોલન બની ગયું છે તેમ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાન ડાયાભાઇ ગજેરા, પાલભાઈ આંબલીયા, અરુણ મહેતા, ઇંદ્રનિલભાઈ રાજ્યગુરુ, હેમેન્તભાઈ વિરડાએ બેઠકને સંબોધતા જણાવ્યુ છે.

ઉપરોક્ત આગેવાનોએ વધુમાં જણાવેલ છે કે તારીખ ૨૨ ના રોજ રાજકોટ ખાતે યોજાનાર ખેડૂત સભામાં સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો ને વિશાલ સંખ્યમાં જોડાવા અપીલ કરેલ છે. તેમજ આ સભામાં ખેડૂતો ઉપરાંત કામદારો, યુવાનો, મહિલાઓ, સ્વાયછીક સાગઠનો, સખી મંડળો, સહકારી ક્ષેત્ર ના આગેવાનો, જ્ઞાતિ ના મંડળો, ધાર્મિક સંસ્થાઓ, યાર્ડના વ્યાપારી મંડળો નું સમર્થન મળી રહીયુ છે. તેમજ અલગ અલગ તાલુકાઓમાં કામ કરતા સંગઠનો, વિવિધ સમુદાયો લના સંગઠનો, યુનિયનો, યુવક મંડલોનો ને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના બેનર તળે કાળા કાયદા વિરુદ્ધ ની લડતમાં જોડાવા જાહેર નિમંત્રણ આપેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.