સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો ઠંડીનું જોર ઘટતા શિયાળુ પાકોને નુકસાનીની ભીતિ

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી સિઝન દરમિયાન સાર્વત્રિક વરસાદ વરસતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો ત્યારે વરસાદી સિઝન દરમિયાન વરસાદ ૧૬૦ ટકા કરતાં પણ વધુ ખાબકતા ખેડૂતોને ઉત્પાદન નીચું આવ્યું હતું ત્યારે નવી આશા સાથે ખેડૂતો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે સરકાર દ્વારા પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી સારું એવું ઉત્પાદન મેળવે તે હેતુથી નર્મદાની કેનાલ નિયમિતપણે પાણી છોડવામાં આવી રહ્યું છે જેનો સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો ઉપયોગ કરી અને શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.ત્યારે વાત કરીને જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ ખૂબ મોટું વાવેતર ૭૬૭૨૭ હેક્ટર માં વાવેતર શિયાળુ પાકોનું સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે ચોમાસાની સિઝનમાં પાક નિષ્ફળ જવા છતાં પણ મોંઘુ બિયારણ કરીને વઢવાણ અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે તો વઢવાણ તાલુકામાં ૧૯૫૪૬ હેક્ટર માં રવી પાક નું વાવેતર કયું છે.જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા ખાસ કરી દર વર્ષે જીરા નું વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન મેળવી અને સારી એવી આવક ઉપજાવવા માં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ ખેડૂતો દ્વારા વઢવાણ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો દ્વારા મોટી માત્રામાં જીરાનું વાવેતર કરી અને સારું એવું ઉત્પાદન મેળવવાની આશા ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ પંથકમાં અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે સરકાર દ્વારા પણ નિયમિત પણે શિયાળુ પાકો ને પાણી મળી રહે તેવી વ્યવસ્થા નર્મદા કેનાલની મારફતે કરી આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ અન્ય ખેડૂતો દ્વારા પણ વરિયાળી લીલો ચારો અને શાકભાજીમાં રીંગણા મરચાં જેવું વાવેતર કરી અને સારી એવી આવક વધવાની આશા ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવી છે ત્યારે શિયાળાની સિઝન દરમિયાન શરુઆતી સમયમાં સારી એવી ઠંડી પડતાં ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સતત ઠંડીમાં ઘટાડો જોવા મળ્યો છે અને લોકો બપોરના સમયે ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ફરી એક વખત શિયાળુ વાવેતર કરનાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર બાદ હાલમાં બે જેટલા પાણી પાકોને ખેડૂતો દ્વારા પાઇ દેવામાં માં આવ્યા છે ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર પંથકના ખેડૂતો દ્વારા ઊંચા ભાવે બિયારણની ખરીદી કરી અને જીરૂ શાકભાજી વરીયાળી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ઠંડીનું જોર ઘટતા ફરી એક વખત જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

તાપમાન ૨૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

હાલમાં સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી ગયો છે ત્યારે ગુજરાતના કેટલાક શહેરોનું તાપમાન ૧૫ સેલ્સિયસ કરતા પણ નીચું જવા પામ્યું છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર નું તાપમાન સતત ત્રણ દિવસથી વધતું જઈ રહ્યું છે અને જિલ્લામાં લહજ્ઞબફહ વોર્મિંગની સમસ્યા સર્જાઇ રહી છે ત્યારે સવારે થોડી વખત ઠંડીનો ચમકારો બાદ બપોરના સમયે તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર નું તાપમાન છેલ્લા ત્રણ દિવસથી સતત વધતું રહ્યું છે જેને લઇને શિયાળુ પાકનું વાવેતર કરનાર ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળવા પામ્યું છે. બીજી તરફ જિલ્લાની જનતા પણ મિશ્ર વાતાવરણ અનુભવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર પંથકમાં છેલ્લા ત્રણ દિવસમાં મિનિમમ ૨૧ સેલ્સિયસ અને મેક્સિમમ ૩૯ સેલ્સિયસ જેટલું તાપમાન નોંધાયું છે જ્યારે ગરમીનું જોર સુરેન્દ્રનગર જિલ્લા ના વાતાવરણ માં જોવા મળી રહ્યું છે અને અનુભવવા પણ મળી રહ્યું છે સતત વધતા જતા તાપમાને ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી દીધા છે.