Abtak Media Google News

સાબરકાંઠાના પ્રાંતિજ ગામના ખેડુતનો ઇન્દ્રધનુષી પ્રયાસ: વિવિધ રંગના ફુલાવર ઉગાડી પારંપરિક ખેતીમાં લાવ્યું નવીનીકરણ

કેસરી, જાંબલી, લીલા અને સફેદ રંગોના ફુલાવર ઉગાડી ખેડુત કલ્પેશ પટેલનો નવતર પ્રયોગ આરોગ્ય માટે વરદાન રૂપ

કોરોના કાળમાં કલ્પેશ પટેલે લોકોને ‘રોગ પ્રતિકારક શકિત’ વધારવાનો આપ્યો નવો કિમીયો!!

‘રબ સિર્ફ લકીરે દેતા હૈ રંગ હમકો ભરના પડતા હૈ’ ને સાર્થક કરતા ખેડુત

કહેવાયું છે ને કે ‘રબ સિર્ફ લકીરે દેતા હૈ રંગ હમકો ભરના પડતા હૈ…’ આ સુંદર વાકયને સાબરકાંઠાના પ્રાંતિજ ગામના એક ખેડુત કલ્પેશ પટેલે સાર્થક કરી બતાવી છે. તેમણે રોગ પ્રતિકારક શકિત વધારવા વિશેષ પ્રયાસના ભાગરુપે શાકભાજીમાં એક નવતર પ્રયોગ કરીને વિવિધ રંગબેરંગથી ફુલાવરની ખેતી કરી છે. કોરોના મહામારીમાં રોગ પ્રતિકારક શકિત વધારવાની જ ખાસ જરુર છે. ત્યારે આ રંગબેરંગી ફુલાવરની ખેતી આ ખરા સમયે જ કુદરતનું વરદાન બનીને આવ્યું છે. આના પરથી એ વાત યથાર્થ થાય છે કે ઇશ્ર્વરના દરબારમાં દેર છે અંધેર નથી અને કહેવાયું છે ને કે એક દરવાજો બંધ થાય તો બે દરવાજા ખુલી જાય છે. એ રીતે કુદરતનો ન્યાય હોય છે. અને આ વાત કોરોના મહામારીમાં ખરેખર કામ લાગશે.

કોરોના મહામારી ને પગલે છેલ્લા કેટલાક સમયથી શારીરિક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિશેષ પ્રયાસો થતા હોય છે જોકે સાબરકાંઠાના પ્રાંતિજ ગામના એક ખેડૂતે શાકભાજીમાં નવતર પ્રયોગ કરી વિવિધ રંગબેરંગી ફુલાવર થકી કેન્સર તેમજ ચામડીના રોગ દૂર કરવા સહિત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે.

Screenshot 20210123 105029

એક તરફ કોરોના મહામારી ને પગલે દરેક વ્યક્તિ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે વિશેષ પ્રયત્ન કરે છે જોકે શાકભાજી ખાવાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધે તો સોનામાં સુગંધ ભળે એમ કહેવાય છે જે અંતર્ગત સાબરકાંઠાના પ્રાંતિજ ના કલ્પેશ પટેલ નામના ખેડૂતે છેલ્લા ૨૫ વર્ષથી ફુલાવર ની ખેતી કરે છે કે દિન પ્રતિદિન ઘટતા જતા નફાના ધોરણની પગલે કલ્પેશ પટેલ છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ રંગ તેમજ કલર ધરાવનારા ફુલાવર ની ખેતી કરવાથી આર્થિક રીતે સદ્ધર બન્યાં છે એક તરફ દિન-પ્રતિદિન શારીરિક બીમારીઓ વધી રહી છે ત્યારે કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે કેસરી કલરના ફુલાવર માં વિટામિન એ ભરપૂર માત્રામાં હોય છે જેના પગલે આંખ ના રોગને પણ ઊગતો જ ડામી શકાય છે જોકે જાંબલી કલર ના ફુલાવરનું શાક ખાવાથી કેન્સર સામે હજાર ગણી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે સાથોસાથ અન્ય કલરના ફુલાવર માં રોગ પ્રતિકારક ક્ષમતા સામાન્ય ફુલાવર કરતા વધારે હોવાને પગલે છેલ્લા કેટલાક સમયથી વિવિધ રંગોના ફ્લાવર નું માર્કેટ ખૂબ વધી રહ્યું છે સાથો સાથ સામાન્ય રીતે સફેદ કલરના ફુલાવર હાલમાં બજારકિંમત કિલોએ રૂ ૫ થી ૭ છે જ્યારે રંગબેરંગી ફુલાવર ની કિંમત કિલોએ ૨૫ રૂપિયા છે જેના પગલે ખેડૂતોને આર્થિક સધ્ધરતા પણ મળી રહે છે

Screenshot 20210123 105103

એક તરફ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં ખેડૂતોની આવક બમણી કરવાનો લક્ષ્યાંક છે તો બીજી તરફ સ્થાનિક ખેડૂતો પણ બાગાયત ખેતી ના મુદ્દે હવે આગળ આવી નવિનીકરણ કરતા થયા છે જેના પગલે આર્થિક સધ્ધરતા મળી રહે તેમ છે હાલમાં સાબરકાંઠાના પ્રાંતિજ ખાતે રંગબેરંગી ફુલાવર ની માંગ વધુ હોવાને પગલે સ્થાનિક ખેડૂત પોતાના ખેતર થી જ માલનું વેચાણ કરે છે અને લોકો પણ ખેતર થી જ ખરીદી કરે છે જોકે આગામી સમયમાં રાજ્ય સરકાર સહિત વહીવટી પ્રશાસન તંત્ર દ્વારા આવા નવીનીકરણ કરનાર ખેડૂતોને આગળ લાવવા માટે આર્થિક સધ્ધરતા સહિત બજાર ઊભું કરવાનો પ્રયાસ થાય તો કેન્દ્ર સરકારનો ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં મહત્વનું પગલું સાબિત થઈ શકે તેમ છે. રંગીન ફ્લાવર માં જાંબલી એટલે કે વેલેન્ટીના નામથી અને કેસરી (પીળુ) કેરોટિના નામ થી અને ગ્રીન વરીયાળીના નામથી ઓળખાય છે જેનો ભાવ પ્રાંતિજ સહિત હોલસેલ બજારો ના માર્કેટ માં એક નંગ-૨૫રૂપિયા માં વેચાણ થાય છે અને મોલ તથા બજાર માં એક નંગ-૪૦થી ૫૦ રૂપિયા માં વેચાય છે

જોકે ૨૦૨૨ સુધી ખેડૂતે પોતાની આવક બમણી કરવી હોય તો બાગાયત ખેતીની સાથે પારઁપરિક ખેતી માં નવીનીકરણ કરે તો પોતાની આવક બમણી થઇ શકે તેમ છે સાથોસાથ ગુજરાતના છેવાડાના વ્યકતિને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે મેડિકલ નો સહારા ની જરૂરિયાત રહેતી નથી જોકે રંગીન ફ્લાવર આગામી સમયમાં કેટલાક ખેડૂતો અપનાવતા થાય છે તે પણ મહત્વની બાબત બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.