Abtak Media Google News

વિવિધ માંગ સાથે મોટી સંખ્યામાં ખેડુતો જીલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી રજુઆત કરશે

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ની કફોડી હાલત બની છે ત્યારે ખેડૂતો એ આ બાબતે કલેકટર ને લેખિતમાં રજૂઆત કરેલ હતી તેમ છતાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી નથી કૃષિ સહાય ચૂકવવા માટે ખેડૂતો એ માંગણી કરેલ છે તદ ઉપરાંત મુખ્યમંત્રી કીસાન સહાય યોજનાની ગાઈડ લાઈન મુજબ વરસાદ જો 28 દિવસ સુધી સતત ન વર્ષે તો પ્રતિ હેક્ટર 25000/ રૂપિયા અને વધુમાં વધુ ચાર હેક્ટર સુધી ખેડૂતો ને ચુકવવા તે તેની ગાઈડ લાઈન મુજબ ખેડૂતો માંગણી કરી રહ્યા છે.

તેને પણ 28 દિવસ નાં 45 દિવસ થયેલ હોય તેમ છતાં ખેડૂતો ને કોઈ આ બાબતે સહાય ચૂકવવા માં આવેલ નથી અને સુરેન્દ્રનગર જીલ્લા નાં તમામ તાલુકાઓમાં વરસાદ નાં આંકડા બદલી ને વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલ છે તેમ ખેડૂત આગેવાનો એ જણાવ્યું હતું હાલ સરકાર દ્વારા પાક વિમા યોજના બંધ કરવામાં આવી છે તો ખેડૂતો ને કોઈ નુકસાન માટે વળતર મેળવવા કોઈ આધાર રહેલ નથી અને છેલ્લા ચાર વર્ષથી પાકવિમો પણ ચુકવવા માં આવેલ નથી અને ખેડૂતો આત્મહત્યાનાં રસ્તો અપનાવવા લાગ્યા છે.

તે ગંભીર બાબત પણ સરકાર ધ્યાનમાં લેતી નથી જમીન માપણી ,વિજપોલ વળતર, નર્મદાનાં નીર અને કેનાલો નાં અધુરા કામો સૌની યોજના હેઠળ પાણી વિતરણ અને ડેમો તળાવો ભરવામાં આવે તેવી માંગ સાથે આગામી તા,26-8-21 ને ગુરૂવારે સુરેન્દ્રનગર જીલ્લા નાં ખેડૂતો મોટીસંખ્યામાં ઉમટી પડશે અને ખેતીવાડી અધિકારી ની કચેરી જીલ્લા પંચાયત કચેરી ખાતે પહોંચી રજુઆત કરવામાં આવશે અને વળતર ચૂકવવા માટે સરકાર સામે આંદોલન નું રણશિંગું ફૂંકશે હાલ ખેડૂતો એ ગામેગામ ઢોલ વગાડી સાદ પાડી ખેડૂતો ને મોટીસંખ્યામાં ઉમટી પડવા હાકલ કરવામાં આવી છે અને તમામ તાલુકાઓમાં માં થી ખેડૂતો ઉમટી પડશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.