Abtak Media Google News

તળાજા તાલુકાના પસ્વી ગામે તળાજા ખેડુત એકતા મંચના નેજા હેઠળ ભાવનગર નેશનલ હાઇવે બે કલાક ચક્કાજામ કરવામાં આવ્યો તેમાં અનેક ગામોના સરપંચઓ વીસથી વધારે ગામોના સામાજિક કાર્યકરો.ભાજપ.ક્રૌગ્રેસ.આમ આદમી પાર્ટીના નેતાઓ અને આજુબાજુ ગામોના લોકોએ મોટીસંખ્યામાં હાજરી આપી તેમજ રોડ ચક્કાજામથી બન્ને બાજુ વીસ થી પસીસ કિલોમીટર વાહનોની લાંબી કતાર લાગી હતી તેમજ અનેક વાહન ચાલકો અને મુસાફરોએ આ્ આંદોલન રચનાત્મક અને સત્ય હકીકત અને વ્યાજબી છે તેને અમારો જાહેર ટેકો આપવાની વાહન ચાલકો અને લોકોએ ખાત્રી આપી.તેમજ અજુગતો બનાવ ન બને તે માટે આખો મામલો ગાંધીચિંધ્યા રાહે સમજણ પૂર્વક અને સાથેસાથે ઉગ્ર રજૂઆત કરવામાં ખેડુત એકતા મંચના જીલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા તરેડી અને તળાજા પ્રમુખ અશોકસિંહ કે સરવૈયાએ સતર્કતા રાખીને જવાબદાર અધિકારી ખાત્રી ન આપે ત્યાં સુધી રોડ ઉપરથી નહિ હટવાની મક્કમતા દર્શાવી તેમજ ખેડુતો અને લોક કલ્યાણના કામોમાં એક્તા રાખવી જરૂરી છે.

ચાલુ ચક્કાજામ સમયે પીપાવાવ.રાજુલા.નાગેશ્રી.ઉના વિગેરે આંદોલન શરૂ કરવા ખેડુત એકતા મંચના આગેવાનનોને આમંત્રણણો આવેલાં તેથી ભાવનગર થી સોમનાથ સુધીનો સર્વીસ રોડ ભયંકર યાતના ભોગવવી પડે તેવો છે તે સાબિત થાય છે.તેમજ કોબડી અને નાગેશ્રી ટોલ ટેક્સ નેશનલ હાઇવે સૌ ટકા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ ટેક્ષ બંધ કરાવવા આંદોલનો થશે તેવાં લોકો સંકેત આપે છે.

આ રોડ ચક્કાજામના પ્રોગ્રામમાં ટીવી અને અખબાર પત્રોએ કવરેજ કરવા ભારે જહેમત ઉઠાવી.તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં મહત્વની ભૂમિકા હતી તેમજ ચક્કાજામ પછી ખેડુત એકતા મંચના જીલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા તરેડી.તળાજા પ્રમુખ અશોકસિંહ કે સરવૈયા નવી કામળોલ.રામભાઇ ભંમર. પ્રવિણસિહ સરવૈયા પસ્વી.રઘુભા સરવૈયા. લાખાભાઇ આહીર. અનીરૂધ્ધસિંહ નટુભા.બાબુભાઇ આહીર અને લધ્ધિરસિહ સરવૈયા નવ આગેવાનોની અટક કરી દાઠા પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવી દોઢ કલાક રાખી છુટ્ટા કરેલા તેમ ખેડુત એકતા મંચના જીલ્લા પ્રમુખ વાળા ભરતસિંહ પોપટભા તરેડી.અશોકસિહ કે સરવૈયા નવી કામરોલ.જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.