Abtak Media Google News

ખેડૂતો પોતાનો માલ સીધો જ શહેરની બજારમાં વેચી શકે તેવો નિર્ણય કેન્દ્ર સરકારે કરેલ છે જેને આવકારી રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોનાના કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં મજુરો હિઝરત કરી ગયા છે અને ખેડૂતોનો ઘણો પાક ડુંગળી જેવા પાકો આજે પણ ખેતરમાં ઉભા છે અને તેના કોઇ ભાવ ઉપજયા નથી જેટલો તેની પાછળ ખર્ચ થાય છે આ બાબતને ઘ્યાને લઇને કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે કે ખેડૂતો પોતાનો માલ જાતે જ પોતાના વાહનમાં લઇને માકેટ યાર્ડ કે માર્કેટમાં નહી પણ શહેરની બજારમાં વેચી શકશે તે પ્રકારનો નિર્ણય કરેલ છે જેને હું આવકારું છું અને ખેડૂતો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને જાહેરાત કરે કે મારા ખેતર બેઠા લસણ, ઘંઉ, ડુંગળી, જીરૂ આ ભાવે મળશે જેને જોતા હોય એ આ નંબર ઉપર સંપર્ક કરે પોતાના નંબર આપે જેથી કરીને નંબર ઉપર લોકો નોંધણી કરાવે. એવો એક ઉપાય ઉત્તર ગુજરાતના તરબૂચ પકવનાર ખેડૂતે અજમાવ્યો તેણે સોશિયલ  મીડીયાનો ઉપયોગ કર્યો જેને કારણે ખેતર બેઠા તરબૂચના પુરા ભાવ ઉપજયા છે તો આ રીતે પણ ખેડૂત પોતાનો માલ વેચી શકશે તેમ નિવેદનના અંતે પટેલે જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.