Abtak Media Google News

રાષ્ટ્રીય ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા દ્વારા નમો કિસાન પંચાયતનો લોચિંગ કાર્યક્રમ યોજાયો તેમજ ઈ-બાઈકોને લીલીઝંડી આપી. ગુજરાતભરના તમામ 14000 જેટલી ગ્રામપંચાયતના ગામડાઓમાં ઈ-બાઈક એલ.ઈ.ડી. સાથે ફરશે તેમજ કિસાન મોરચાની આગેવાનીમાં ગામડાઓના ખેડૂતો સાથે નમો કિસાન પંચાયત બેઠક કરી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકાર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાજ્ય સરકારની વિવિધ કિસાનલક્ષી યોજનાઓથી અવગત કરાવશે. આ તકે વિજયભાઈ કોરાટએ કહ્યું હતું કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રદેશ કિશાન મોરચા અધ્યક્ષ હિતેશભાઈ પટેલ, મહામંત્રી હિરેનભાઈ હીરપરા તથા સરદારભાઈ ચૌધરીની આગેવાનીમાં રાજ્યભરમાં નમો કિસાન પંચાયત યોજાશે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કિસાનોના કલ્યાણ માટે લેવાયેલ વિવિધ નિર્ણયો અને અમલી યોજનાઓ અને નીતિઓ અંગે વિચાર વિમર્શ થાય અને મહત્તમ સંખ્યામાં કિસાનો આ યોજનાઓથી અવગત અને લાભાન્વિત થાય તે હેતુ સાથે ગામડે ગામડે નમો કિસાન પંચાયત કરવામાં આવશે. ભાજપનો પ્રત્યેક કાર્યકર ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયત બેઠકો કરીને કિસાનોને સરકાર દ્વારા મળતા લાભોથી અવગત કરાવીને કિસાનોને સરકારની સહાય વધુમાં વધુ સહેલાઈથી મળી રહે તે અંગેનું સુચારૂ આયોજન કરવા અનુરોધ કર્યો હતો. તમામ તાલુકામાં કિસાન પ્રહરી અને સંયોજક શક્તિકેન્દ્ર સહ નિમણુક કરવા અપીલ કરી હતી.

ભાજપાની સરકારો દ્વારા લેવાયેલ વિવિધ નિર્ણયો, અમલી યોજનાઓ અને નીતિઓ અંગે પરસ્પર વિચાર વિમર્શ થાય અને મહત્તમ સંખ્યામાં કિસાનો આ પ્રકલ્પોથી અવગત અને લાભાન્વિત થાય તે હેતુ સાથે નમો કિસાન પંચાયતનું આયોજન થઈ રહ્યું છે. જેમાં કિસાનોને સરકારના કરેલા વિકાસ કાર્યોની કિસાનોને માહિતી આપી કિસાનોની આવક બમણી થાય તેવા સરકારના પ્રયાસોમાં આપણે સહુ સહભાગી બનીએ તેવી અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.