Abtak Media Google News

નવરાત્રિમાં મનભરીને ગરબે ઘૂમ્યા બાદ હવે દિવાળીનો પર્વ શરૂ થઈ ગયો છે. મહિલાઓ ઘરની સાફ-સફાઇમાં વ્યસ્ત બની જતી હોય છે. પરંતુ હવે દિવાળીમાં શું પહેરવુ તે પ્રશ્ન સ્વાભાવિક રીતે દરેકને સતાવતો હોય છે. જો થોડા દિવસો અગાઉથી તેની તૈયારી કરવામાં આવે તો. અડધી મુશ્કેલી ઓછી થઇ જાય છે. તો ચાલો જાણીએ આ વર્ષે દિવાળીમાં કઇ ફેશન વધુ જોવા મળશે.

દિવાળી એટલે પારંપારિક પૂજા,દી, તથા રંગોળી બનાવવાનું પર્વ. સમયની સાથે-સાથે આ બધામાં જેમ વિવિધતા જોવા મળે છે. તેમ વસ્ત્રોમાં પણ વૈવિધ્યસભર બદલાવ જોવા મળે છે. લોકોને એક જ પ્રકારના વસ્ત્રો કરતા નવા-નવા આધુનિક લુકના વસ્ત્રો પહેરવાનું વધારે પસંદ હોય છે. પાંરપારિક દેખાવની સાથે વસ્ત્રોમાં આધુનિકતા ઝળકે તે પણ જરુરી છે.

સામાન્ય રતીે દિવાળીમાં નવો ટ્રેન્ડ જોવા મળતો હોય છે. તહેવારોમાં સ્વયંને આરામદાયક તેમજ અન્ય માટે આકર્ષણ સર્જે તેવા વસ્ત્રો પહેરવા જરુરી છે. દિવાળીમાં થોડા દિવસો પહેલા જ આ બાબત વિશે જાણી લઇએ તો ટ્રેન્ડને અનુરુપ વસ્ત્રો કે ઘરેણા પહેરી શકાય છે.

હટકે મેચિંગ

સાડીને મેચિંગ બ્લાઉઝ કે પંજાબી ડ્રેસને મેચિંગ દુપટ્ટો હોવો જોઇએ. તેવી ફેશન એક સમયે જોવા મળતી. આજકાલ હટકે હોય તેવા વસ્ત્રો કે ઘરેણા પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, જેમ કે પોલકા ડોટ્સ. સામાન્ય રીતે તહેવારોમાં સિલ્ક, બોર્ડરવાળા કે વર્કવાળી સાડી પહેરવાનું પસંદ કરવામાં આવે છે. તેના બદલે હટકે લુક મેળવવા માટે પોલકા ડોટ્સનો ઉપયોગ કરી શકાય છે. તેજ પ્રમાણે સાડી કે ડ્રેસમાં મેચિંગને બદલે- વિવિધ રંગોના વસ્ત્રો પહેરી શકાય છે.

તહેવારોમાં ઘેરા રંગ પસંદ કરવા, જે ઝડપથી અન્યનું આકર્ષણ બને . પોલકા ડોટ્સને બદલે. તમે ફ્લાવરની ડિઝાઇન પણ પસંદ કરી શકો છો.

 લહેંગા ડ્રેસ

દિવાળીમાં પારંપારિક વસ્ત્રોમાં બદલાવ લાવવા માટે લહેંગા ડ્રેસ શ્રેષ્ઠ ગણાય છે. લહેંગા ડ્રેસમાં સ્ટ્રેટ કટ દેખાવને જાજરમા બનાવી દે છે. સેન્ટ કટ કે ઝીગઝેગ કટ પણ પહેરી શકાય છે. ક્રોપ ટોપ સાથે પણ તેને પહેરી શકાય છે.

ટ્રેડીશનલ સાડી વીથ ડિઝાઇનર બ્લાઉઝ

તહેવારોમાં સ્ત્રીઓ ભારતીય પરંપરા મુજબ સાડી પહેરવાનું વધારે પસંદ કરતી હોય છે. આ પારંપારીક સાડી સાથે ડિઝાઇનર બ્લાઉઝ પહેરી શકાય છે. જેમ કે બાંધણી, પૈઠણી, કાંચીપુરમ, બનારસી, કાંચી વરમ, કલકત્તી વગેરે પ્રકારની સાડીમાં ડિઝાઇનર બ્લાઉઝ કોઇપણ ઉંમરની સ્ત્રીને શોભે છે. બોર્ડર અથવા કચ્છી વર્કની સાડી પણ પહેરી શકાય છે. સ્લીવ અને બેકમાં પણ આજકાલ વિવિધ કટ જોવા મળે છે. સાડી સાથે ટ્રેડીશનલ ઘરેણા પહેરીને તમારા દેખાવને સંપૂર્ણ બનાવી શકો છો.

ડિજિટલ પ્રિન્ટ

ડિઝાઇનરોના લિસ્ટમાં ડિજિટલ પ્રિન્ટ હાલમાં ટોચ પર જોવા મળે છે. ડિજીટલ પ્રિન્ટનો ડ્રેસ, અનારકલી, પંજાબી સુટ, કુર્તી, દુપટ્ટા અથવા સાડીનો ઉપયોગ મોટા પાયે થઇ રહ્યો છે. આધુનિક પ્રિન્ટ તથા રંગથી પણ તમે સુંદર દેખાઇ શકો છો.

કુર્તી વીથ પ્લાઝો

આજકાલ દરેક ઉંમરની યુવતીના વસ્ત્રોમાં ટોપનું સ્થાન ધરાવતા પ્લાઝો અચુક જોવા મળે છે. પહેરવામાં આરામદાયક અને આકર્ષક પ્લાઝો તહેવારોમાં પણ પહેરી શકાય છે. શીમર કે નેટ પ્લાઝો પણ પસંદ કરી શકાય છે. આજકાલ ચીકન પ્લાઝોનો ટ્રેન્ડ પૂર બહાર ખીલેલો જોવા મળે છે.

ઘરેણા

કોઇપણ તહેવાર માટે ઘરેણાએ સ્ત્રીઓના દિલમાં એક આગવુ સ્થાન ધરાવે છે. દરકે સ્ત્રી પોતાની આવડત પ્રમાણે થોડી બચત કરીને પણ શુભ દિવસોમાં ઘરેણા ખરીદતી હોય છે.

સોનાના ઘરેણામાં પણ સ્ટોન કે મીનાકારી અથવા ફ્યુઝન જ્વેલરી પસંદ કરી શકાય છે. પશુ-પંખીના આકાર વાળી હેરીટેજ જ્વેલરીનો ટ્રેન્ડ આજ-કાલ વધુ જોવા મળે છે. જેમાં પોપટ, પતંગિયા, મોરની ડિઝાઇન વધારે જોવા મળે છે. બાજુ બંધ કંદોરાની સાથે મોટા ઝુમઆ પહેરી શકાય છે.

આમ ભારતીય સંસ્કૃતિમાં દિવાળી એક એવો તહેવાર છે કે જેમાં કુંટુંબની દરેક વ્યક્તિ સ્ટાઇલ અપનાવવાનું પસંદ કરે છે તો તમે પણ આ આધુનિક ફેશન અપનાવીને તમારા દેખાવને આકર્ષક બનાવી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.