Abtak Media Google News

બહુચર્ચિત બોલીવૂડ ફિલ્મ બેગમજાન સામે હોલીવુડની એકશન-થ્રિલર મૂવી ફાસ્ટ એન્ડ ફયૂરીયસ-૮ એ બાઝી મારી છે.એફ.એફ.ને ખૂબ જ સારું ઓપનિંગ મળ્યું છે. ખાસ કરીને ૩-ડી ઈમેજમાં જોવા જેવી છે.

હોલીવુડના કલાકારો વેન ડીજલ, જેશન સ્ટેથમ, ડવેઈન જોહનશન ઉર્ફે ધ રોક, મિશેલ, લૂડી ક્રિસ અને કર્ટ રસેલના અભિનયથી ઓપતી આ ફિલ્મ પ્રથમ દિવસે જ સુપરહીટ સાબિત થઈ ચૂકી છે.

લીડ એકટર પોલ વોકરના નિધન બાદ પણ એફ.એફ સીરીઝને દુનિયાભરના દર્શકોનો એટલો જ પ્રતિસાદ મળી રહ્યો છે. બાય ધ વે, વેન ડીજલની દીપિકા પડુકોન સાથેની ફિલ્મ ટ્રીપલ એકસ ભારતમાં દર્શકોનો પ્રેમ મેળવી શકી ન હતી !!!

ફાસ્ટ એન્ડ ફયૂરીયસ-૮ તેના આગળના ભાગ કરતા અલગ છે. વેન ડીજલ એટલે કે ડોમિનિક ટોરેટો વિલનની ભૂમિકામાં છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.