Abtak Media Google News

ભારતમાં ફાર્માસિટીકલ કંપનીઓને હવે વૈશ્ર્વિક સ્તરે પોતાના કરતબ ઉજાગર કરવાની વિશાળ તકો મળી રહી છે. ઝાયટસ કેડિલાને શષરોગ્લીફાઈઝર માટે યુએસએફડીએનું ફાસ્ટટેકની ખાસ મંજૂરી આપવમાં આવી હતી ઝાંયડસ કેડિલાએ બુધવારે જાહેર કર્યું કે અમેરિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા શેરોગ્લી ફાઈઝર દવાના પરિક્ષણ માટે ઝડપી પ્રક્રિયા હાથ ધરવાની ખાસ મંજૂરી આપવામાં આવી છે.

પિતાશયના રોગો માટે ઉપયોગી થનાર શેરોગ્લીફાઈઝરનું કંપની ઝડપથી ઉત્પાદન શરૂ કરે તે માટે માર્ગ મોકળો થયો છે

ફાસ્ટટેકએ યુએસએફડીએ દ્વારા ગંભીર રોગોની સારવાર માટે બનતી દવાઓનાં પરિક્ષણની પ્રક્રિયાને ઝડપી બનાવવાનું એક આદર્શ વ્યવસ્થા ગણવામાં આવે છે. ફાસ્ટટ્રેકની માન્યતા મેળવનાર કંપની અને દવા બંને ઝડપથી ઉત્પાદન માટે માન્ય પૂરવાર થાય છે.

અમેરિકા ફૂડ ડ્રગ્સે એડમિસ્ટ્રેશનએ પિતાશયના રોગો માટે ઉપયોગી શેરોગલી ફાઈઝર એમજીને ફાસ્ટટ્રેકની માન્યતા આપી છે. ઝાયડસ કેડીલાના અધ્યક્ષ પંકજ પટેલે જણાવ્યું હતુ કે પિતાશયના દર્દીઓની સારવાર માટેની દવા ઝડપથી બનાવવા માટે ફાસ્ટટ્રેકની માન્યતા મળીજ તા હવે કંપની અમેરિકા સાથે મળીને કામ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.