Abtak Media Google News

છરી, તલવારવતી હુમલો કરનાર સાત શખ્સોની શોધખોળ

જામનગરના લંધાવાડ વિસ્તારમાં રહેતા અને ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલો યુવાન જામનગર રાજકોટ ધોરી માર્ગ પર મિત્રો સાથે હોટલમાં જમવા આવ્યો હતો ત્યારે જુની અદાવતનો ખાર રાખી સાત જેટલા શખ્સોએ છરી અને તલવાર જેવા હથિયારો સાથે હુમલો કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં લંધાવાડના ઢાળીયા પાસે નદીપા વિસ્તારમાં રહેતો અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો નવાઝખાન જાહીદખાન સોલંકી નામનો ૨૫ વર્ષનો યુવાન પોતાના બે મિત્રો સાથે જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર ખિજડીયા બાઈપાસ નજીક આવેલી એક હોટલે જમવા ગયો હતો જયાં જામનગરના સુમરા ચાલી વિસ્તારમાં રહેતા ઈકબાલ નાયબ ઉર્ફે બાઠીયો, મહેબુબ ખફી, એલીયાઝ ખફી, વસીમ ખફી, હુશેન ખફી, હશન ખફી, હલીફઅલી ભીંડો ઉર્ફે ભનો સહિત સાત શખ્સો કારમાં ઘસી આવ્યા હતા અને અગાઉ તે અમારા વિરુઘ્ધ ફરિયાદ કેમ કરી છે ઉપરાંત તું હમીદ સાથે કેમ કામ કરે છે તેમ કહી તકરાર કરી હતી.

ત્યારપછી સાતેય શખ્સોએ તલવાર છરી લોખંડના પાઈપ જેવા હથિયારો વડે નવાઝખાન પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને તમામ શખ્સો ત્યાંથી ભાગી છુટયા હતા. ગંભીર રીતે ઘવાયેલા નવાઝ ખાનને તાબડતોબ સારવાર માટે જામનગર જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ બનાવ આ અંગે પોલીસે ગુનો નોંધી તમામ હુમલાખોરોની શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.