સાંકેત કોવીડ હોસ્પિટલમાં દર્દીના સગાઓએ કર્યો તબીબો પર જીવલેણ હુમલો, જાણો કારણ

તબીબે રિપોર્ટ સારા હોવાનું કહ્યા બાદ પ્રૌઢનું મોત નિપજતા આચર્યું કૃત્ય :
બે શખ્સોની ધરપકડ

નાનામવા મેઈન રોડ પર આવેલી સાંકેત કોવીડ હોસ્પિટલમાં ગઈકાલ રાતે ઘસી આવેલા બે શખ્સોએ હોસ્પિટમાં રહેલા તબીબોને બેફામ ગાળો આપી અને મેડિકલ સ્ટોરના સંચાલક સહીત બે પર જીવલેણ હુમલો કર્યો હતો.ગુંડાગીરીનો આ વિડીયો વાયરલ થતા માલવિયાનગર પોલીસે બને વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની સાકેત હોસ્પિટલમાં ગઈકાલ રાતે વિરલ સોસાયટી,નહેરુનગરમાં રહેતો નવદીપસિંહ દિલીપસિંહ જાડેજા અને ધોળકિયા સ્કૂલ,યુનિવર્સીટી રોડ પર રહેતો અભીજીતસિંહ બલવંતસિંહ જેઠવા  નામના બે શખ્સની દારૂના નાસામાં હોસ્પિટલે આવી પહોંચ્યા હતા જ્યાં નશાખોરોએ નવદીપસિંહના પિતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યાનો ખાર રાખી હોસ્પિટલના તબીબોને ગાળોફાડી અને મારામારી કરી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે બંને વિરિદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી લીધી છે. અગાઉ પણ આ બંને આરોપીઓ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.