રાજકોટમાં બાઇક અથડાવાના પ્રશ્ને પિતા-પુત્રી પર તલવારથી હુમલો, ચાર શખ્સો હુમલો કરી ફરાર

0
277

બે કારમાં આવેલા ચાર શખ્સો હુમલો કરી ફરાર:
મોરબી રોડ પરની હોટલ સંચાલક સહિત ચાર સામે નોંધાતો ગુનો

મોરબી રોડ પર આવેલી વાલ્મીકી સોસાયટીમાં બાઇક અથડાવવા જેવી સામાન્ય બાબતે હોટલ સંચાલક સહિત ચાર શખ્સોએ તલવાર અને પાઇપથી પિતા-પુત્રી પર ખૂની હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય શખ્સોની શોધખોળ હાથધરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર રહેતા જગદીશભાઇ સવજીભાઇ રીબડીયા અને તેમની પુત્રી મનિષાબેન પર મોરબી રોડ પર હોટલ ધરાવતા પ્રતાપ હમીર પરમાર, દેવેન્દ્ર ઉર્ફે લાલો, હરપાલ અને છત્રપાલ નામના શખ્સોએ તલવાર અને પાઇપથી ખૂની હુમલો કર્યાની જગદીશભાઇ રીબડીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જગદીશભાઇ રીબડીયાના ભત્રીજા અનિલનું બાઇક પરમારના બાઇક અથડાતા બંને વચ્ચે થયેલી બોલાચાલીના કારણે પ્રતાપ પરમાર, દેવેન્દ્ર ઉર્ફે લાલો, હરપાલ અને છત્રપાલ વેગનઆર અને રેનોલ્ટ ક્વિડ કારમાં તલવાર અને પાઇપ સાથે આવી હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.ઘવાયેલા જગદીશભાઇ રીબડીયા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે ચારેય શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી પી.આઇ. એમ.બી.ઔસુરા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here