- સાવરકુંડલાના જાબાળ ગામે ખેડૂત પિતા પુત્ર બળદ ગાડું લઈ ને આવતા સમયે પાણીના પ્રવાહમાં તણાયા
- સ્થાનિક અને ફાયર વિભાગ ની ટીમ દ્રારા પુત્રનું કરાયું રેસ્ક્યુ કરાયું
- પિતાનું પાણીના પ્રવાહમાં તણાઈ જતા નિપજ્યું મોત
- મૃતદેહને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલે પી.એમ અર્થે ખસેડાયો
Amreli : અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ મહેર કરી છે. બપોર બાદ ખાંભા, સાવરકુંડલા, અમરેલી, રાજુલા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં બપોર બાદ અર્ધો ઈંચ જેવો વરસાદ પડ્યો હતો. અમરેલી તાલુકાના ચક્કરગઢ સહિત ગામોમાં પણ વાવણી લાયક વરસાદ પડ્યો છે. તો સાવરકુંડલા ખાંભા પંથકમાં વરસાદની તોફાની બેટિંગ જોવા મળી હતી, જેના કારણે સ્થાનિક નદીઓ બે કાંઠે બની હતી, સા વરકુંડલા તાલુકાના જાબાળ ગામેથી એક હૃદયદ્રાવક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે.
વિધિવત ચોમાસા પહેલાં પ્રથમ વરસાદમાં જ ખોરાળી તરફના રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં ખેડૂત પિતા પુત્ર અને તેમનું બળદગાડુ તણાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 75 વર્ષીય વૃદ્ધ પિતા લાલજીભાઈ હરજીભાઈ બરવાળીયાનું પાણીના પ્રવાહમાં તણાઈ જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેમના 40 વર્ષીય પુત્ર મુકેશભાઈ લાલજીભાઈ બરવાળીયાનો આબાદ બચાવ થયો હતો. દુર્ભાગ્યપૂર્ણ રીતે, આ અકસ્માતમાં બળદનું પણ મૃત્યુ થયું હતું.
પ્રદિપ ઠાકર