Abtak Media Google News

બે વર્ષ પહેલા ઈદનાં દિવસે નજીવા પ્રશ્ને છરીનાં ઘા ઝીંકી ઢીમઢાળી દીધુ‘તું

સાવરકુંડલામાં બે વર્ષ પહેલા રમજાન ઈદનાં દિવસે મિત્રો સાથે ફરવા ગયેલા યુવકને સામાન્ય બાબતનાં મનદુ:ખમાં પિતા તથા બે પુત્રો મળી ત્રણ ઈસમોએ છરી વડે મોત નિપજાવ્યાનો કેસ એડિશ્નલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા પિતા તથા બે પુત્રોને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. આ બનાવમાં સાવરકુંડલા ગામે રહેતા શાહરૂખભાઈ રૂસ્તમભાઈ પઠાણ નામનાં ૨૨ વર્ષીય યુવક તથા તેમનાં મિત્રો રમજાન ઈદ હોવાનાં કારણે આવેલ દિનદયાળ બાગમાં ફરવા માટે ગયેલા હતા ત્યારે તેજ ગામે રહેતા વલીભાઈ અલ્લારખાભાઈ સૈયદ અને તેમનાં બે પુત્રો સાહિલ તથા વસીમભાઈએ રસ્તામાં શાહરૂખભાઈ ખુરશી નાખી બેસતા હોય તે વાતનું મનદુ:ખ રાખી પિતા તથા બે પુત્રોએ છરી વડે શાહરૂખભાઈ ઉપર હુમલામાં મોત નિપજયું હતું. આ બનાવ અંગેનો કેસ અત્રેની ચોથા એડી.સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફેનાં વકીલ જે.બી.રાજગોરની દલીલો માન્ય રાખી એડી.સેશન્સ જજ પી.એચ.શર્માએ પિતા અને બે પુત્રને ૩૦૨નાં ગુનામાં આજીવન કેદ અને દરેકને રૂપિયા ૨૫-૨૫ હજાર દંડની સજાનો હુકમ કરેલો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.