રાજકોટમાં સદરબજારમાં સગીરાની છેડતી કરનાર ત્રણ શખ્સોને ટપારવા જતા પિતા પર હુમલો

છરી બતાવી મારી નાખવાની આપી ધમકી : ત્રણ લુખ્ખાઓ સામે પોલીસમાં નોંધાતો ગુનો

શહેરમાં સદર બજારમાં આવેલ ભીલવાસ શેરી નંબર સાતમાં પ્રોઢ પર ત્રણ શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાય છે. પોલીસે તપાસ જાણવા મળ્યું હતું કે આ ત્રણ લુખ્ખાઓ પ્રોઢની સગીર વયની દીકરી ક્લાસીસમાં જતી ત્યારે તેની છેડતી કરી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતા હોવાથી તે બાબતે તેના પિતા આ ત્રણ શખ્સોને ટપારવા જતા હુમલો કર્યો હતો.

બના અંગેની મળતી વિગતો અનુસાર સદર બજારમાં ભિલવાસ શેરી નંબર સાતમાં રહેતા સંજયભાઈ મનસુખભાઈ વાઘેલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું તેની સગીર વયની પુત્રીને માનવ શ્યામ વાઘેલા, પીન્ટુ શક્તિ વાઘેલા અને અક્ષય વિપુલ વાઘેલા નામના ત્રણ લુખ્ખા શખ્સો હેરાન કરતા હતા અને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતા હતા.

જેથી આ બાબતે સંજયભાઈ આ ત્રણે શખ્સોને તેમને સંજયભાઈ પર હુમલો કર્યો હતો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી તેમને પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આતંક શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.