Abtak Media Google News

ભાવનગરનો પરિવાર કારીયાણી ગામે મીની બસમાં જતી વેળાએ ડમ્પર પાછળ ઘુસી જતા પ્રૌઢાનું મોત નિપજતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાયો

ભાવનગરનાં કુંવારભાડા સર્કલ પાસે રહેતો વણકર પરિવાર પુત્રની સગાઈ અર્થે મીનીબસ બાધી કારીયાણી ગામે જતા હતા ત્યારે લીંબડીથી બલદાણા નેશનલ હાઈવે પર ડમ્પરની પાછળ મીની બસ ઘુસી જતા પ્રૌઢ બસનો કાચ તોડી નીચે પટકાયા હતા અને ગંભીર ઈજાથી મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી. ખુશીનો પ્રસંગે થોડીક જ ક્ષણોમાં માતમમાં ફેરવાઈ ગયો હતો. લીંબડી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધ્યો છે.

અકસ્માતનાં બનાવ અંગે ભાવનગર કુવારભાડા સર્કલ પાસે રહેતા રાજેશ કનૈયાલાલ મકવાણા ઉ.૩૭ની ફરિયાદ પરથી લીંબડી પોલીસે ભાવનગરની આશાપૂરા ટ્રાવેલ્સની મીની બસ જે.જી. ૧૪ એકસ. ૫૦૦૫ના ચાલક સામે પ્રૌઢનું મોત નિપજાવ્યાઅંગેનો ગુનો નોંધ્યો છે. ભાવનગર કુંભારવાડામાં રહેતો કનૈયાલાલ મકવાણા ઉ.૭૩ એ પોતાના પુત્ર જયેશની સગાઈ અર્થે વઢવાણ તાલુકાના કારીયાણી ગામે ગત તા.૧૫ના રોજ ભાવનગરની આશાપૂરા ટ્રાવેલ્સની લકઝરી બસ જી.જે. ૧૪ એકસ ૫૦૦૫ બાંધી પરિવારના ૨૮ સભ્યો સાથે જતા હતા ત્યારે બસના ચાલકે બસ પૂરપાટ ઝડપે ચલાવતો હતો, તે અરસામાં સાઈડ કાપી આગળ નીકળેલા ડમ્પર ચાલકની પાછળ બસ ઘુસી જતા ચાલકે બ્રેક મારતા સીટ ઉપર બેઠેલા કનૈયાલાલજી મકવાણા ઉ.૭૩ એ આગળના તુટેલા કાચમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખસેડવામાં આવ્યાહ તા. જયાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા કોળી પરિવારનો ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો જયારે બે મહિલા સહિત ત્રણને પણ ઈજા થવા પામી હતી.

લાઠીદડ ગામે વીજપોલ સાથે બાઈક અથડાતા યુવકનું મોત

બોટાદના સમઢીયાળા નં. ૧માં રહેતો ચંપક રામજી ભીલ ઉ.૨૫એ ગત તા.૧૬ના રોજ કૌટુંબીક પાંચા ભયજીનું બાઈક લઈ લાઠીદડ ગયો હતો ત્યારે ફુલસ્પીડ રામામંદિર પાસે વળાક લેવા જતા બાઈક ખાડામાં ઉતરી જઈ વિજપોલ સાથે અથડાતા ગંભીર ઈજાના કારણે યુવકનું ઘટના સ્થળે મોત નિપજયુંહતુ બોટાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એકતા પંડયાએ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.

મહુવામાં વૃક્ષ સાથે બાઈક અથડાતા શ્રમિકનું મોત

મહુવાના બારપરામાં રહેતો કારખાનામાં મજુરી કામ કરતો રોહીત હિંમતભાઈ ભીલ ઉ.૨૦ એ પોતાનું બાઈક લઈ મહુવાથી મોરંગી કૌટુંમ્બીક બહેનના લગ્ન પ્રસંગમાં જતો હતોત યારે બેબીલેડ સ્કુલપાસે વૃક્ષ સાથે બાઈક અથડાતા કોળી યુવકને માથાના ભાગે જીવલેણ ઈજા થતા લોહીલુહાણ થઈ જતા સ્થાનીક લોકોએ સારવાર અર્થે હનુમંત હોસ્પિટલ ખસેડયો હતો. જયાં ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા કોળી પરિવારમાં અરેરાટી મચી જવા પામી હતી પીએસઆઈ સલમા સુમરાએ મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.