ચોટીલા પાસે ટ્રક અને કાર અથડાતા સસરા-જમાઇના મોત: ત્રણ ઘવાયા

નડીયાદ લગ્ન પ્રસંગમાં જતા સર્જાયો જીવલેણ અકસ્માત: મૃતદેહ બહાર કાઢવા ચાર જેસીબીની મદદ લેવી પડી

ચોટીલા નજીક વહેલી સવારે ટ્રક અને કાર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સસરા-જમાઇના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. અકસ્માતના કારણે રેતી ભરેલો ટ્રક પલ્ટી ખાઇ કાર પર પટકાતા  કાર રેતી અને ટ્રક નીચે દબાઇ ગઇ હતી. પોલીસે ચાર જેસીબીની મદદ લઇ બંને મૃતદેહ બહાર કાઢયા હતા અને કારમાં સવાર ત્રણ ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે.

કારમાં પરિવાર નડીયાદ સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં જતા જીવલેણ અક્સ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે કારનો બુકડો બોલી ગયો હતો અને ટ્રાફિક જામ થતા પોલીસે ક્લિયર કરાવ્યો છે.