Abtak Media Google News

જીવનમાં આપણે બધા જ લોકોનું ઋણ ચૂકવી શકીએ છીએ પરંતુ આપના માતા-પિતાનું ઋણ ક્યારેય ચૂકવી શકતા નથી કારણ કે તેમના અહેસાન કહીયે તો અહેસાન અને લાગણી કહીયે તો લાગણી આપણે તેનું ઋણ સુત સહિત ક્યારેય ચૂકવી શ્કિએ નહીં. માતા પર તો ઘણું લખાઈ ગયું છે. જેમ કે “હતો હું સૂતો પારણે પુત્ર નાનો રડું છીંકતો રાખતું કોણ છાનો” પરંતુ પિતા પર લખવાવાળા લોકો ખૂબ ઓછા છે. પિતાનું વ્યક્તિત્વ જ એવું છે કે જે ક્યારેય પોતાની લાગણી વ્યક્ત નહીં કરી શકે.

એક કવિ એ ખૂબ કહ્યું છે કે

હા છું મુશ્કેલીમાં પણ મને મુશ્કેલી રેવા થોડી દેશે
મારો બાપ મારી સાથે છે મને કોઈ પણ મુશ્કેલીમાં રડવા થોડી દેશે.

દોસ્તો, તમારા ઘરમાં એવી કંઈ વ્યક્તિ છે જે તમારી દરેક માગણીઓ પૂરી કરે છે ? તમારી મમ્મીના ફટકારથી બચાવે છે? તમારો દોસ્ત બનીને તમારી સાથે મજાક – મસ્તી કરે છે, રમત રમે છે – પપ્પા ! ઠીક છે ને. પપ્પા કેટલા સારા લાગે છે. તમને નવી નવી વસ્તુઓ અપાવે છે. તમારા માટે ઘોડો બનીને પોતાની પીઠ પર બેસાડે છે. તમને બહાર ફરવાં લઈ જાય છે.હા એ છે આપના પપ્પા.

આ દિવસની ઉજવણી સેરીના નામની સ્ત્રીએ શરું કરી હતી. સેરીના અને તેના નાના ભાઈ બહેનોનો તેમના પિતાજીએ એકલા હાથે ઉછેર કર્યો હતો. સૌને મધર્સ ડે ઉજવતા જોઈને તેને થયું કે ફાધર્સ ડે પણ ઉજવવો જોઈએ.

પપ્પાથી ધણાં લોકોને બીક લાગે છે, તો ધણાંને પપ્પા દોસ્ત જેવા લાગે છે. જે લોકોના પિતાજી કડક સ્વભાવના હોય છે તેઓના ઘરમાં અનુશાસન વધું જોવા મળે છે, તેઓ કોઈપણ વાત સીધી પિતાજીને કહેતા ડરે છે, જેમને પિતાજી દોસ્ત જેવા લાગે છે તેમના ઘરનું વાતાવરણ હળવું લાગે છે. તે ઘરના બાળકો દરેક વાત પિતાજીને આરામથી કહી શકે છે. દરેક પિતાને તેના સંતાનો પ્રત્યે વિશેષ પ્રેમ હોય છે, તમને ઘણીવાર લાગતું હશે કે પિતાજી પાસે તો અમારા માટે સમય જ નથી, તો તમે એ પણ વિચારો કે તમારા પિતાજી કોની માટે આટલી મહેનત કરે છે ? તમારાં ભવિષ્ય માટે જ ને ? તમે સારું ભણશો તો આગળ જઈને સારું ભવિષ્ય બનાવી શકશો. સારું ભણવા માટે વધુ રુપિયા ક્યાંથી આવશે? તમારી ઈચ્છાઓ અને તમારી માગણીઓ પૂરી કરવા માટે રુપિયા ક્યાંથી આવશે? પપ્પા કમાશે ત્યારેજ ને?
તમારું પરિણામ બગડે ત્યારે પપ્પાને ગુસ્સો કેમ આવે છે? કારણ કે તેમને એવું લાગે છે કે હું આ બાળકોના ભણતર પાછળ આટલો પૈસો વેડફુ છું અને તેઓ ઘ્યાનથી ભણી પણ નથી શકતા. તેમનું દિલ દુ:ભાય છે.

જે પિતા તમારી માટે આટલું બધુ કરતાં હોય તો તમારે પણ તેમને ખુશી મળે એવા કામ કરવાં જોઈએ ને? તો ચાલો શરુ કરીએ તૈયારીઓ પિતાજીને ફાધર્સ ડે નિમિત્તે કોઈ સરપ્રાઈઝ આપવાની. તમને સમજ નહિ પડતી હોય કે શું કરવું તો આવો અમે તમને થોડી મદદ કરીએ.

-એક સરસ મજાનું કાર્ડ આપો. આમ તો બજારમાં ઘણાં તૈયાર કાર્ડ મળે છે પણ તમે તમારા હાથથી બનાવીને જે કાર્ડ આપશો તે જોઈને તેમને વધુ આનંદ મળશે.

-તે દિવસે તમે તમારાં હાથથી તેમને પાણી, ચા, કે નાસ્તો આપો. જેનાથી પપ્પા તો ખુશ થશે પણ સાથે-સાથે મમ્મીને પણ આરામ મળશે.

-તમે તમારા પિતાજીને પ્રોમિસ કરો કે તેમણે તમને લઈને જે સપનાં જોયા છે તે જરુર પૂરા કરશો. કોઈ પણ પિતા માટે આનાથી કિંમતી કોઈ ભેંટ નહિ હોય.

-અત્યાર સુધી તમે જે ભૂલો કરી છે તેને માટે માફી માંગો અને ફરી કદી તેમને ફરિયાદ કરવાનો મોકો નહિ મળે તેનું પ્રોમિસ કરો.

તમારી ઉમર પ્રમાણે આમાંથી કોઈપણ એક કામ તમે તમારાં પિતાજી માટે કરશો તો તેમને ખૂબ ખુશી મળશે અને તેઓ બધું ભૂલીને તમને પ્રેમથી ભેંટી પડશે. પરંતુ પિતાજીને આ એક દિવસ માટે નહિ જીવનમાં હંમેશા યાદ રાખો. ઉપરથી કડક લાગતા પિતાજી જોડે દોસ્તી કરવાની શરું તો કરો પછી જુઓ કે પિતાજી રસગુલ્લા જેવા નરમ અને મીઠા લાગે છે કે નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.