Abtak Media Google News

સરકાર પેન્શન ક્ષેત્રમાં સીધા વિદેશી મૂડી રોકાણ(FDI) મર્યાદા વધારીને 74 ટકા કરી શકે છે. મળતી માહિતી અનુસાર, સંસદના ચોમાસામાં આ અંગેનું બિલ લાવી શકે છે. સંસદે વીમા ક્ષેત્રમાં એફડીઆઈ મર્યાદા 49થી વધારીને 74 ટકા કરવાના કાયદાકીય સુધારાને મંજૂરી આપી દીધી છે. FDI મર્યાદા 49 ટકા સુધી વધારવા માટે વીમા અધિનિયમ, 1938માં છેલ્લે 2015માં સુધારો કરવામાં આવ્યો હતો.

ગયા મહિને સંસદે વીમા ક્ષેત્રમાં FDI મર્યાદા 49થી વધારીને 74 ટકા કરવા કાનૂની સુધારાને મંજૂરી આપી હતી. વર્ષ 2015 માં વીમા ક્ષેત્રમાં એફડીઆઇ મર્યાદા 49 ટકાની મર્યાદાને કારણે છેલ્લા પાંચ વર્ષમાં આ ક્ષેત્રમાં વિદેશી રોકાણ 26,000 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે.

પાંચ વર્ષમાં આ ક્ષેત્રમાં 26,000 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ લાવ્યું છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીએફઆરડીએ) એક્ટ,2013માં સુધારાને ચોમાસા સત્ર અથવા શિયાળુ સત્રમાં લાવી શકાય છે. આ દ્વારા પેન્શન ક્ષેત્રમાં એફડીઆઈની મર્યાદામાં વધારો કરવામાં આવશે.હાલમાં, પેન્શન ક્ષેત્રમાં એફડીઆઈ મર્યાદા 49 ટકા છે. સુધારા બિલમાં રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (એનપીએસ) ટ્રસ્ટને પીએફઆરડીએથી અલગ કરવાની જોગવાઈ હોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.