કોરોનાની મહામારીમાં ડર જ સૌથી ભયાનક, વાંચો આ મનોવિજ્ઞાન ભવનનો સર્વે

દેશમાં દરરોજ  35 હજાર  લોકોના મોત કુદરતી થતા જ હોય છે: દરરોજ  99.4 ટકા લોકો  સાજા થાય છે, લોકોનો હોસલો વધારીએ, ગભરાઈને નહીં

 

કોરોનાની મહામારીમાં હાલ લોકો ખોટી અફવાઓનો  વધુ પડતા  શિકાર બની રહ્યા છે ત્યારે પેનીકનો ડર ભારતીયોની ખૂબજ ખરાબ ટેવ છે. હાલની કોરોના મહામારીમાં એજ ડર સૌથી  ભયાનક  પરિણામ લાવે છે. ત્યારે લોકોએ પોતાની  માનસિકતા બદલાવાની ખૂબજ જરૂરી છે. મનોવિજ્ઞાન ભવનના સર્વે મુજબ લોકોએ ખોટી અફવાથી દૂર રહેવું જોઈએ અને ગભરાયા વિના જ લોકોનો  હોંસલો વધારવો જોઈએ. છેલ્લા 1 વર્ષમાં મનોવિજ્ઞાન ભવનના  સર્વે  પ્રમાણે અનેક આવા તારણો બહાર આવ્યા છે.

ટ્રેન આવે ત્યારે લોકોને ઉતરવા દેશે નહીં, અને  પોતે ટ્રેનમાં પહેલા પ્રવેશ કરશે, કયાંક ટ્રેન જતી ન રહે અને અમે રહી ન જઇએ. રસ્તા પર થોડી એવી જગ્યા જોશે કે તરત ત્યાં ઘુસી જશે, થોડી એવી સેક્ધડમાં જ હોર્ન વગાડ્યા કરશે, ગાળો દેવા લાગશે, જાણે ઘરે બોમ્બ ડિફ્યુઝ કરવા જવું હોય, એક સેક્ધડ પણ મોડું થશે તો બ્લાસ્ટ થઇ જશે. લોકડાઉનની વાત આવે છે, ત્યારે બજારમાં તૂટી પડે સામાન જમા કરવા માટે જાણે કે દુનિયામાં ખત્મ થઈ જવાની હોય. કોઈ દિવસ, 2-3-.% બજાર નીચે જાય તો વેચો બધું વેચો જાણે નિફ્ટી સેન્સેક્સ ખત્મ થઈ જવાનો હોય.

આપણી આ આદતને કારણે, કોરોનાને પણ ફેલાતા રોકી શકતા નથી. હોસ્પિટલમાં ફક્ત 2% લોકોને ઓક્સિજનની જરૂર છે, માત્ર 5% લોકોને રેમ્ડેસીવરની જરૂર છે. શરૂઆતમાં, ખાનગી હોસ્પિટલો પૈસા માટે ખોટી દવાઓ આપે છે એમ કરી કોલાહલ મચાવ્યો.

અત્યારે લોકો ગભરાટની સ્થિતિમાં છે, વિચારે છે કે પાછળથી તેમને બેડ નહીં મળે, ઓક્સિજન નહીં મળે,  તેઓ તેમના લક્ષણો વધારીને બતાવે છે. અને એડમિટ થાય છે.  કેટલાક તો સેટિંગ કરીને બેડ લઈ રહ્યા છે.

ઘણા એવા લોકો પણ છે, જે એકદમ સ્વસ્થ છે, છતાં પણ 3-6 ગણા વધુ પૈસા આપી ઈન્જેક્શન ખરીદે છે, એવા ડરથી કે ક્યાંક કોરોના થઈ જશે અને ઇન્જેક્શન્સ તો મળી રહે. આપણી આવી હરકતના કારણે ઇન્જેક્શનની ખોટ ઉભી થાય છે બાકી જરૂરિયાતમંદો માટે કોઈ ખોટ નથી.

જ્યારે તમે ગભરાટ પેદા કરતા વિડિઓ, ફોટા પોસ્ટ કરો છો ત્યારે તમે તેને પ્રોત્સાહન આપો છો, કૃપા કરીને ન કરો. બધી ચિંતા કોરોનાની નથી હોતી, દેશમાં દરરોજ 35 હજાર લોકોનાં મોત કુદરતી થતાં જ હોઈ છે.  99.4% લોકો સાજા થાય જાય છે. લોકોનો હોસલો વધારીએ ડર નહીં, ગભરાઈને નહીં.