Abtak Media Google News

દેશમાં શુક્રવારે કોરોનાના કેસનો આંક 36 ટકા વધીને 22688એ પહોંચ્યો, સામે મૃત્યુઆંક ઘટીને 54 થયો : ઓમિક્રોનના કેસ 1400 થયા

અબતક, નવી દિલ્હી : કોરોના હવે જવાનો નથી. લોકોએ તેની સાથે જ જીવતા શીખવું પડશે. એક સમયે ભારતમાં ઘર કરી ગયેલા ટીબીએ આ જ રીતે આતંક મચાવ્યો હતો. પણ લોકોએ તેની સાથે જીવતા શીખી લીધું હતું. બાદમાં ક્રમશઃ સ્થિતિ સુધરતી ગઈ હતી. હાલ ભારતમાં ભયનો માહોલ ફેલાયો છે. ખરેખર ઓમિક્રોન નહિ, કોરોનાના કેસ વધી રહ્યા છે. પણ સામે મૃત્યુદર નહિવત છે.

કોવિડ -19 કેસ ચોથા દિવસે દેશમાં 22,000એ પહોંચ્યા છે. જે પાછલા દિવસની તુલનામાં 36% વધુ છે. સોમવારથી ચાર દિવસમાં દૈનિક રોગચાળાની સંખ્યામાં લગભગ ચાર ગણો વધારો થયો છે.  ભારતમાં સોમવારે 6,242 નવા ચેપ નોંધાયા, જે પછી અનુક્રમે 9,155 પછી 13,180 અને 16,717 પર વધારો થવા લાગ્યો. જો વર્તમાન વૃદ્ધિ દર ચાલુ રહેશે, તો આગામી સાત દિવસમાં દૈનિક કેસોની સંખ્યા 1 લાખને વટાવી શકે છે. તેવું માનવામાં આવી રહ્યું છે. જો કે આ કોરોનાના કેસ છે. જેમાં મૃત્યુદર નહિવત છે.

બીજો – ત્રીજો નહિ, ચોથા ડોઝ માટે ઇઝરાયલ સજ્જ!!

મૃત્યુઆંક જોઈએ તો અગાઉ એક અઠવાડિયા પૂર્વે મૃત્યુઆંક 75નો હતો. ત્યારબાદ આ ગુરુવારે મૃત્યુઆંક 73 થયો હતો. જો કે ગઈકાલે શુક્રવારે મૃત્યુઆંક 55 થયો છે. આમ દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. સામે મૃત્યુઆંક સતત ઘટી રહ્યો છે. બીજી તરફ ભારતમાં ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે પણ તે ખૂબ ધીમી ગતિએ વધી રહ્યા છે. હાલ ઓમિક્રોનના કેસો 1400એ પહોંચ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.