વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ નજીક ખુલ્લી ફયુઝ પેટીથી અકસ્માતનો ભય..!

સામાજીક અગ્રણી ભીખુભાઇ મકવાણાએ 10 દિવસ પૂર્વે પીજીવીસીએલના કમ્પ્લેઈન વિભાગને ફોનથી જાણ કરી છતાં તંત્ર ધોર નિદ્રાંમાં

વાંકાનેરના જીનપરા ગૌશાળા રોડ ઉપર આવેલ પાર્થઘ્વજ હનુમાનજી મંદિર અને સરસ્વતી શકિત પ્રાથમિક શાળાની નજીક ટ્રાન્સફોરમવાળા થાંભલામાં મેઇન રોડ ઉપર હેવી ફયુઝ પેટીને ઢાકળુ તો નથી આ ફયુઝ પણ બંધ કર્યા વગરના નજરે પડે છે.

આ ખુલ્લી ફયુઝ પેટીને લઇને અકસ્માતનો ભગ પણ સેવાય રહ્યો છુે. નાના અને શાળા બાજુમાં હોય શાળામાં રીસેશ દરમ્યાન નાના નાના બાળ વિઘાર્થીઓ અહી રમતા હોય છે. આ ઉપરાંત આ થાંભલા પાસે આ વિસ્તારના રહીશો કચરો પણ નાખતા હોય જેના કારણે ગૌ વંશ સહીત અબોલ જીવો પણ આવતા હોય છે. કયારેક શોર્ટ સર્કીટ થશે કે કોઇને શોર્ટ લાગશે તો જવાબદારી કોની ? તેવો પ્રશ્ર્ન આ વિસ્તારમાં પુછાય છે.

શહેરના મોટાભાગના ટી.સી. (ટ્રાન્સફોરમ) વાળા થાંભલા આડે લોખંડની ફેનસીંગ બનાવેલી જોવા મળે છે. પરંતુ આ ટી.સી. વાળા થાંભલાને ફેનસીંગ બનાવેલી જોવા મળે છે. પરંતુ આ ટીસી વાળા થાંભલાને ફેનસીંગ તો નથી ઉપરાંત મોટા ફયુઝની પેટી પણ ખુલ્લી અને ફયુઝ પણ ખુલ્લા રાખી વાંકાનેરનું પીજીવીસીએલ શું સાબીત કરવા માંગે છે. તેવો સવાલ લોકોમાં ઉઠયો છે.

આ વિસ્તારના રહીશ કોળી જ્ઞાતિના અગ્રણી અને સામાજીક અગ્રણી એવા શ્રી ભીખાલાલ બી. મકવાણાએ 10 દિવસ પહેલા વાંકાનેર ના પીજીવીસીએલ ના કમ્પ્લેન નંબર 02828 220370 ઉપર ફોન કરી આ ખુલ્લી ફયુઝ પેટી અંગે જાણ કરી હોવા છતાં સ્થાનીક કચેરીના અધિકારીઓ કે કર્મચારીઓ આ ફયુઝ પેટીને બંધ કરવાની તસ્દી લેવા કે સ્થળ ઉપર નીરીક્ષણ કરવા પધાર્યા નથી.

વાંકાનેર જીઇબીના અધિકારીઓ તાત્કાલીક આ સ્થળનું નીરીક્ષણ કરી ફયુઝ પેટી બંધ કરી અને ટી.સી.ના થાંભલા ફરતે લોખંડની ફેનસીંગથી પેક કરે તેવી માઁગણી ભીખાલાલ મકવાણાએ કરી છે. આ કાર્યવાહી તાત્કાલીક નહી થાય તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવામાં આવશે તેમ અંતમાં જણાવેલ હતું.