Abtak Media Google News

બંગાળના અખાતમાં સર્જાયેલા હળવા દબાણથી તામિલનાડુ અને કાંઠાળ વિસ્તારમાં બે દિવસ ભારે વરસાદની આગાહીના પગલેતંત્ર એલર્ટ..

શિયાળાના આગમનના પ્રથમ ચરણમાં જ બંગાળ ના આ ખાતમાં સર્જાયેલા હળવા દબાણને લઈને તામિલનાડુ અને આસપાસના કાંઠા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી ને લઈને તંત્ર એલર્ટ બની ગયું છે તમિલનાડુના થીરું વલુર અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિ ઊભી થઇ છે તામિલનાડુ હવામાન વિભાગ દ્વારા બે દિવસ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને તંત્ર ને એલર્ટ કરી દેવામાં આવ્યું છે.

બીજી તરફ ભારે વરસાદી વાતાવરણ ને લઈને શાસક પક્ષ ડીએમકે અને વિપક્ષ aiadmk વચ્ચે રાજકીય નિવેદન યુદ્ધ શરૂ થઇ ચૂક્યું છે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી નાખો અને જનજીવનને ભારે તારાજીના પગલે સરકાર પર વિપક્ષોએ પસાર બોલાવી દીધી છે હાઈકોર્ટે પણ ચેન્નાઈ સ્થાનિક સંસ્થાઓને પુર આપતી વ્યવસ્થાપન માં યોગ્ય કાર્યવાહી ન કરવા બદલ આડેહાથે લીધી છે હવામાન વિભાગ દ્વારા ૯ થી ૧૧ દરમિયાન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

તામિલનાડુ સરકારે બે દિવસની રજા જાહેર કરી દીધી છે શૈક્ષણિક સંસ્થાઓ અને નવ જિલ્લામાં બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે જેમાં ચેન્નાઈ કાંચીપુરમ,નગપત્તિમ અને નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ ઘોષિત કરી દેવામાં આવ્યું છે વાવાઝોડા સાથે વીજળી અને ભારે વરસાદથીઆવી પડેલી આફતમાં અત્યાર સુધી પાંચ ના સત્તાવાર મોત નીપજ્યા છે.

સરકારે મદદ માટે શરૂ કરેલી હેલ્પલાઇન માં વોટ્સએપ ૯૪૪૫૦૨૫૮૧૯/૨૦/૨૧ કોઈ પણ પરિસ્થિતિમાં helpline નો ઉપયોગ કરી પુર, રસ્તાઓનું ધોવાણ અને ઝાડવા પડી જવા કે કોઈ પણ પરિસ્થિતિમાં તંત્રને જાણ કરવા આહવાન કરવામાં આવ્યું છે ભારે વરસાદના પગલે રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની વ્યાપક સમસ્યાઓ સામે આવી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.