Abtak Media Google News
આજથી ત્રણ દિવસ મળનારી આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે
રૂપિયો તૂટટા એનઆરઆઈ લોકો ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરવા તત્પર

અબતક, નવીદિલ્હી

કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સતત એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે કેવી રીતે ફુગાવાના દરને નાખવામાં આવે અને દેશની અર્થવ્યવસ્થાને સુચારુ રૂપથી આગળ વધારાઈ. આ વાતને ધ્યાને લઇ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે અને વ્યાજ દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. તે ફરી એક વખત ફુગાવાને નાથવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા આજથી શરૂ થતી તેની ત્રણ દિવસીય મોનેટરી પોલિસી બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે.

સૂત્રો દ્વારા મળતી વિગતો મુજબ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વ્યાજદરમાં 35 બેસીસ પોઇન્ટનો વધારો કરશે. મળનારી બેઠકમાં રિઝર્વ બેન્ક રેપો રેટમાં વધુ 40  અથવા 50 બેઝિસ પોઈન્ટનો વધારો કરશે તેવી ધારણાં રાખવામાં આવી રહી છે.  જે અંગેનો નિર્ણય બુધવારના રોજ જાહેર કરવામાં આવશે. મોનેટરી પોલિસીની બેઠક કે જે  જુન તથા ઓગસ્ટમાં મળશે તેમાં  રેપો રેટમાં કુલ 75 બેઝિસ પોઈન્ટનો વધારો થઈ શકે છે. આ બેઠકમાં દેશમાં રિટેલ ફુગાવાની સ્થિતિ ઉપરાંત સરકાર દ્વારા લેવાયેલા કેટલાક પગલાંની સમીક્ષા કરાશે. રિટેલ ફુગાવામાં વધારાને ધ્યાનમાં રાખી કમિટિએ મે માસમાં  રેપો રેટમાં 40 બેઝિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.

પેટ્રોલ-ડીઝલ પરની એકસાઈઝમાં ઘટાડો, સોયાબીન તથા સનફલાવરની ડયૂટી ફ્રી આયાત જેવા પગલાંને કારણે વધતા ફુગાવાને બ્રેક લાગશે તેવો પણ રિપોર્ટમાં અંદાજ મૂકવામાં આવ્યો છે. ઓગસ્ટ સુધીમાં રિઝર્વ બેન્ક રેપો રેટને કોરોના પહેલાના 5.15 ટકાના સ્તરે લાવી દેશે તેવી પણ શકયતા રહેલી છે. આમ છતાં ફુગાવો વધતો રહેશે તો વર્તમાન નાણાં વર્ષના અંત સુધીમાં વ્યાજ દર 5.65 ટકા સુધી લઈ જવાય તો નવાઈ નહીં. હાલમાં રેપો રેટ 4.40 ટકા છે અને કેશ રિઝર્વ રેશિયો 4.50 ટકા છે.

બીજી તરફ હાર દેશની અર્થવ્યવસ્થા ફુગાવા હોવા છતાં પણ સુચારુ રૂપથી આગળ વધી રહી છે ત્યારે આ સ્થિતિને ધ્યાને લઇ લે વિદેશી રોકાણકારો દેશના રિયલ એસ્ટેટ વ્યવસાયમાં પણ જંગી રોકાણ કરી રહ્યા છે જે ખરા અર્થમાં દેશની અર્થવ્યવસ્થાને બેઠી કરવામાં અત્યંત કારગત નિવડશે. ડોલર સામે રૂપિયો સતત તૂટયો હોવા છતાં પણ એન.આર.આઈ લોકો ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે રોકાણ કરવા માટે તત્પરતા દાખવી છે જે આવનારા સમયમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.