Abtak Media Google News

ઘણા લોકો પર્યાવરણ અને પ્રાણીઓ પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.એવા લોકો કે જેમને જીવ હત્યા કરવી ગમતી ન હોય તેમાંના એક વ્યક્તિ છે બ્લેર ક્રિસ્ટન જે હોંગકોંગમાં સ્થિત છે. જેમણે 4 વર્ષની ઉમરમાં માસ ખાવાનું છોડી દીધું હતું અને આજે તે શાકાહારી માસ તૈયાર કરનારી એશિયાની પ્રથમ કંપની ‘ કરાના ‘ નો માલિક બની ગયો છે.

બ્લેર ક્રિસ્ટન જ્યારે ચાર વર્ષનો હતો ત્યારે તે બાળકની પ્લેટ પર જમવામાં માસ પીરસ્યું. તેના માતા અને પિતાએ તેને પ્રાણીઓમાંથી માસ કેવી રીતે મેળવવામાં આવે છે તેની પ્રક્રિયા સમજાવી.આ પ્રક્રિયાથી ભયભીત થઇને તેણે પોતાની કાંટા ચમચી છોડીને માસ ખાવાની ના પાડી દીધી હતી અને આજે તે એશિયાની પ્રથમ માસ કંપનીનો સહસ્થાપક છે.

ચીન ,સિંગાપુર,હોંગકોંગ સહિત ઘણા દેશોમાં આ કંપની વધારી રહી છે માંસાહારનાં વિકલ્પ :

કંપની ચીન, સિંગાપોર, હોંગકોંગ સહિતના એશિયન બજારમાં માંસ જેવા શાકાહારી વિકલ્પો પ્રદાન કરી રહી છે. ક્રિસ્ટને આ પ્રોજેક્ટ માટે એક સારી બેંકની નોકરી છોડી દીધી અને બાળપણમાં શીખેલી નૈતિક મૂલ્યો માટે આ પગલું ભર્યું છે.જેના દ્વારા પ્રાણીઓને ઓછું નુકસાન થશે.

ડોક્યુમેન્ટરીએ બદલ્યું જીવન:

ક્રિસ્ટનને વર્ષ ૨૦૧૬માં કાઉ પાયરેસી નામની એક ડોક્યુમેન્ટરી જોઈ હતી જેમાં પશુઓના માસ પર્યાવરણ માટે કેટલું હાનિકારક છે તેની અસરો દેખાડવામાં આવી હતી.આ ડોક્યુમેન્ટરીએ ક્રિસ્ટનનું જીવન બદલી નાખ્યું.તે પછી ક્રિસ્ટન સેન ફ્રાન્સિસ્કો ગયા અને ત્યાં જઈને તેમણે માસ ,ડેરી ઉત્પાદન અને ઈંડા માટેના પ્લાન્ટ વિશેની જાણકારી મેળવી .ત્યારબાદ તેઓ ડગ રિગ્લેરને મળ્યા જેમણે પહેલાથી જ સિંગાપુરમાં કરાનાની શરૂઆત કરી દીધી હતી.ક્રિસ્ટન આ કંપનીના સહસ્થાપક તરીકે જોડાયા.

ક્રિસ્ટનનાં કહેવા મુજબ તેની કંપની કુદરતી રીતે છોડમાંથી માસ બનાવવાના વિકલ્પો પસંદ કરે છે જેમ કે ફણસમાંથી પોર્ક ( ડુક્કરનું માંસ ) બનાવવાથી લઈને વટાણા,સોયાબીન અને ઘઉંમાંથી વિવિધ વાનગીઓ બનાવવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.