- દરેક ક્ષેત્રમાં જોડાયેલી મહિલાની મહેનત અને સંઘર્ષને સલામ
- સૌરાષ્ટ્રની મહિલાઓએ પોતાના અથાગ પ્રયત્ન અને પ્રયાસ થકી દરેક ક્ષેત્રમાં સફળતાથી સીમાડે પહોંચી છે તેવી નારી શક્તિને ‘અબતક’ બિરદાવે છે
- યત્ર નારી પૂજ્યંતે તત્ર સર્વ દેવતા રમન્તે
આપણી સંસ્કૃતિના મૂળ પાયામાં નારીનું સ્થાન છે. કૃતિ સંસ્કૃતિની માતા છે. દરેક જીવની પ્રથમ સર્જક નારી છે. ધ્રુવ, પ્રહલાદ, ગાંધીજી, સરદાર અને સ્વામી વિવેકાનંદ જેવા મહારત્નોને જન્મ આપનાર રતનની ખાણ એટલે નારી. વેદ અને પૂરાણો સાક્ષી છે કે યત્ર નાજી પૂજ્યંતે તત્ર સર્વ દેવતા રમન્તે. અર્થાત જ્યાં નારી પૂજાય છે ત્યાં સર્વ દેવતાનો વાસ છે. સમાજ અને સંસ્કૃતિને જીવંત રાખનાર નારી છે. રામ અને કૃષ્ણ જેવા અવતારી પુરૂષ આપનાર નારી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને પૃથ્વી પર જન્મ લેવા માટે નારીનું શરણું લેવું પડયું હતું. જેના ફળ સ્વરૂપે આપણે સતી અનસુયાના ખોળે ભગવાન દત્તાત્રેય અવતર્યા. આજે ભારતની ભૂમિ સંતો, સતી, જતી અને શૂરવીરની ગણાય છે.
એની જન્મદાત્રી નારી છે. બાળકને નાનપણથી કેવો બનાવવો એ માતાના હાથની વાત છે. શિવાજીની માતાએ હાલરડું ગાઈને પારણામાંથી જ શૂરવીરતાના સંસ્કારનું સિંચન કર્યું હતું. મોટા થયા પછી શિવાજી છત્રપતિ કહેવાયા. સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંશ, રવિન્દ્રનાથ ટાગોર અને અન્ય મહાન વિભૂતીઓને જન્મ આપનાર નારાયણી નારી ખરેખર રતનની ખાણ છે. નારી વિધાતા છે. જન્મધાત્રી છે.
સહનશીલતા નારીનું આભૂષણ છે. અન્યાય અને અત્યાચાર સહન કરવો એ ગુનો છે. એવા સમયે નારી રણચંડી બને એ ખોટું નથી. સીતાજી અને દ્રોપદીની સહનશીલતા એના પૂરાવા છે. અયોધ્યામાં ધોબીના મ્હેણા સાંભળી રામે સીતાનો ત્યાગ કર્યો પરંતુ સીતાએ ત્યાગનું કારણ ન પૂછયું. અગ્નિપરીક્ષા આપી પણ સાબિત ન કર્યું. દુર્યોધને ભરી સભામાં દ્રોપદીના ચીર ખેંચ્યા છતાં તેની સામે કોઈ વાંધો ન હતો. આજ્ઞાા પાલન અને સહનશીલતાના પૂરાવા છે. આપણે આપણી સંસ્કૃતિનું ગૌરવ લઈએ છીએ. નારી નારાયણી છે. જગત જનની છે. આદ્ય શક્તિ છે અને ભક્તિ છે. જગવિધાતા છે.
દુનિયાભરમાં દર વર્ષે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ દુનિયાભરની મહિલાઓને સમર્પિત છે, જે કોઈ પણ અડચણ વગર સતત કામ કરી રહી છે. મહિલાઓના યોગદાનની વાત કરવામાં આવે એટલી ઓછી છે, પરંતુ તેમ છતાં તેના યોગદાન અને સન્માનમાં એક ખાસ દિવસ નક્કી કરવામાં આવ્યો છે.
આ દિવસ સ્ત્રીશક્તિ, તેમના સંઘર્ષ અને પ્રેરણાને સન્માન આપવાનો છે. મહિલાઓ સમાજનો મજબૂત સ્તંભ છે, જે માત્ર પરિવારનું જ નહીં, પણ સમગ્ર વિશ્વનું પણ સંચાલન કરે છે. આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની ક્ષમતા સાબિત કરી રહી છે – કલા, રમતગમત, વ્યવસાય, વિજ્ઞાન કે ટેકનોલોજી, દરેક જગ્યા પર મહિલાઓએ પોતાના પ્રયાસ અને સફળતાથી સીમાઓ તોડી છે. આવી દરેક મહિલાઓને અબતક સાંધ્ય દૈનિક તેમની કામગીરીને બિરદાવે છે
1. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે આકાશ ને આંબવાની તમન્ના સાથે ઉડાન ભરતા રીનાબેન ભોજાણી
- જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ
આંખોમાં આકાશને આંબવાનાં સ્વપનો ભરી જાહેરજીવન માં બખુબી ઉડાન ભરી રહેલા ગોંડલ નગરપાલિકાનાં પુર્વ પ્રમુખ અને હાલ જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ તરીકે ઉતમ કામગીરી બજાવી રહેલા રીનાબેન ભોજાણી ને એક સફળ મહીલા તરીકે જરુર ગણી શકાય. ગૃહીણી રુપે રસોડા થી લઇ જાહેરજીવન નાં ફલક સુધી તેમની ઉડાન રોચક અને રોમાંચક રહીછે. ઇતભ હોમ સાયન્સ તથા એમ એસ ડબલ્યુ નાં ગ્રેજ્યુશન સાથે બીપીએલ (બેચરલ પર્ફોમિંગ આર્ટ્સ ઓફ કથ્થક)ની ડિગ્રી પણ મેળવી છે.શરુઆત નાં છ થી સાત વર્ષ રાજકોટ ગોંડલ માં એજ્યુકેશન ફીલ્ડ માં ઈવેન્ટ મેનેજમેન્ટ નું કાર્ય સુપેરે નિભાવ્યું.પરંતુ રીનાબેન ની ઉડાન પહેલાથી જ ઉંચી હતી.કદાચ આ ફિલ્ડ ટુંકુ પડ્યુ હોય તેમ વર્ષ 2015 માં ગોંડલ ની રાજનીતિ માં પદાર્પણ કર્યુ.ભાજપ દ્વારા નગરપાલિકાની ટીકીટ અપાઇ. રીનાબેન ચુંટણી જીતી ગયા અને નગરપાલિકાનાં પ્રમુખ પણ બન્યાં. પ્રમુખ તરીકે ’મણીબેન’ની ઇમેજ થી એક એક્ટીવ સ્ત્રી તરીકે નીઅલગ ઇમેજ બનાવનાર રીનાબેન ની નોંધનીય કામગીરી જોઈ ને જીલ્લા ભાજપ ની નેતાગીરીએ તેમને જીલ્લા ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક આપી.જે કામગીરી આજે નિષ્ઠાથી બજાવી રહ્યાછે.ઉપરાંત એક ઉતમ વક્તા પણ સાબીત બન્યાં છે. જાહેરજીવન અને પોલીટીકસ સાથે તેવો રાજ્ય સરકાર સંચાલીત ચાઇલ્ડ વેલફેર કમિટી નાં મેમ્બર તરીકે પ્રસંશનિય કામગીરી બજાવી રહ્યાછે. રીનાબેન ભોજાણી કહેછે કે સમાજ થી કે ઘરથી તરછોડાયેલા બાળકો કે પછી બોઝીલ જિંદગી થી ત્રસ્ત બનેલી કોઇ મહીલા, આ બધાનાં પુન:વર્શન માટે કમીટી કામ કરી રહી છે.આ કાર્ય હવે મારી જવાબદારી બની ગઇ છે.બાળકોની વેદના સંવેદના ને સમજી તેમનાં વર્તન માં પરિવર્તન લાવી સમાજ માં એક ઇમ્પ્રેશિવ સ્થાન આપવા મારો પ્રયત્ન છે. જ્યારે ઇવેન્ટ મેનેજમેન્ટ નું કાર્ય સંભાળ્યું ત્યારે સ્વપને પણ નહોતુ વિચાર્યુ કે હું રાજનીતી માં હોઈશ કે બાળકોની એક એવી દુનિયાનો મને પરિચય થશે.જેમાં તેનું બચપન છીનવાયુ હોય. રીનાબેન ભોજાણી માત્ર જાહેરજીવન નું એક પાત્ર જ નથી.તે કરાટે ચેમ્પિયન તથા કથ્થક નૃત્ય માં પણ નિપુણ છે.તેમણે કથ્થક પર વિસારદ કરેલુ છે. આંતરરાષ્ટ્રીય નારી દિવસ નિમિત્તે રીનાબેન કહેછે’ લોગ ક્યા કહેંગે યે મત સોચો, બસ તુમ અપની ખુશિયા ઢુંઢો” માણસો શું કહેશે તે વિચારવાનું છોડો.તમે તમારા લક્ષ્ય તરફ દોડો.ક્રિએટિવ બનો.બધાથી અલગ વિચારો,કોઇ ડર ને કારણે અટકવાને બદલે આગળ ધપતા રહો. ડગર આસાન નહી મગર ઉમ્મીદ મત છોડો.
2 . અદ્લ ગૃહિણી અને અદ્લ સમાજસેવિકા ની ભુમીકા સુપેરે પાર પાડતા રાજકોટનાં જયશ્રીબેન દવે
- જીતેન્દ્ર આચાર્ય ગોંડલ
ગોંડલ માં જન્મ અને ગોંડલ સ્ટેટ ના રાજ જ્યોતિષી અનંત પ્રસાદ .જે. ભટ્ટ ના મોટા દીકરી જયશ્રી બેન નું બચપણ અને ઉછેર ચુસ્ત બ્રાહ્મણ વાતાવરણ વચ્ચે થયો છે. સંગીત પ્રત્યે બચપન થી દિલચસ્પી હોઈ યુવા વયે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. લગ્ન પછી રાજકોટ સ્થાઇ થતાં કૌટુંબિક અને વૈવાહિક જવાબદારી સંભાળી ને સાથો સાથે આકૃતિ ક્રિએશન નામથી બ્રાઈડલ વર નામની બુટીક નું સંચાલન કરી રહ્યાછે. જેનું ફલક રાજકોટ સુધી સીમિત નહી પણ મુંબઈ, નાગપુર, લંડન સ્તરે પહોંચ્યું છે. આટલેથી નહી અટકેલા જયશ્રીબેન કૌટુંબિક બિઝનેસ ડિવાઇન ગ્રુપ પર ર પણ ધ્યાન આપી સહભાગી બની રહ્યા છે. બચપન થી જ કઇક નવું કંઇક હટકે કરી બતાવવાની તમ્મના ધરાવતા જયશ્રીબેન સામાજિક પ્રવૃત્તિ મા સક્રિય થયા અને સ્ત્રીઓ ને સમાજ માટે કાર્યાન્વિત કરવા ગરિમા વુમન ગ્રુપની સ્થાપના કરી અનેકકાર્યોકરીરહ્યાછે., એમના સસરા સનત ભાઈ દવે નાં માર્ગદર્શન હેઠળ ઉમન એમ્પાયરમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સિલાઇ મશીન વિતરણ, દિવ્યાંગ દીકરી સહાય, વૃધ્ધાશ્રમ માટે જરૂરી ચીજવસ્તુઓ નુ વિતરણ,વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, અને ગોંડલ તાલુકા ના પાંચિયાવદર મુકામે સિમ શાળામાં પુસ્તક વિતરણ, જેવી અનેક સામાજિક પ્રવૃત્તિ મા પ્રદાન કરે છે. બચપણ નો સંગીત શોખ આજે પણ બરકરાર છે, કરાઓકે ગ્રુપ થકી અનેક લાઇવ કાર્યક્રમ નું આયોજન અને સંચાલન કરે છે. બીપોરજોય વાવાઝોડાં સમયે ગોંડલ માં એક હજાર પરીવારોનું સ્થળાંતર કરાવ્યા નાં પગલે ગોંડલ દોડી ગયેલાં જયશ્રીબેન તથા તેમનાં પતિ રાજકોટ નાં પ્રખ્યાત ડીવાઇન ગૃપ નાં માલીક હિતેશભાઈ એ નાના ભુલકાઓને એક હજાર ફુડ પેકેટ નુ વિતરણ કરી ઉતમ સેવા બજાવી હતી. હર એક પહેલુ માં ધબકતા જયશ્રીબેન આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ નિમિતે કહે છે કે ભલે તમે ગૃહીણી હો,માનશીક બંધીયાર વિચારોનાં વાડાઓ તોડી બહાર આવો.સ્ત્રી ક્યારેય અબળા નથી.અબળી કેવળ તેની વિચારધારા છે.હમેંશા એકટીવિટ રહો.તમારાં વિચાર ક્યારેય બંધીયાર નહી રહે.પહેલ કરતા શીખો.સફળતા તમારી રાહ જુએછે. જીતેન્દ્ર આચાર્ય ગોંડલ
ગોંડલ માં જન્મ અને ગોંડલ સ્ટેટ ના રાજ જ્યોતિષી અનંત પ્રસાદ .જે. ભટ્ટ ના મોટા દીકરી જયશ્રી બેન નું બચપણ અને ઉછેર ચુસ્ત બ્રાહ્મણ વાતાવરણ વચ્ચે થયો છે. સંગીત પ્રત્યે બચપન થી દિલચસ્પી હોઈ યુવા વયે પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. લગ્ન પછી રાજકોટ સ્થાઇ થતાં કૌટુંબિક અને વૈવાહિક જવાબદારી સંભાળી ને સાથો સાથે આકૃતિ ક્રિએશન નામથી બ્રાઈડલ વર નામની બુટીક નું સંચાલન કરી રહ્યાછે. જેનું ફલક રાજકોટ સુધી સીમિત નહી પણ મુંબઈ, નાગપુર, લંડન સ્તરે પહોંચ્યું છે. આટલેથી નહી અટકેલા જયશ્રીબેન કૌટુંબિક બિઝનેસ ડિવાઇન ગ્રુપ પર ર પણ ધ્યાન આપી સહભાગી બની રહ્યા છે. બચપન થી જ કઇક નવું કંઇક હટકે કરી બતાવવાની તમ્મના ધરાવતા જયશ્રીબેન સામાજિક પ્રવૃત્તિ મા સક્રિય થયા અને સ્ત્રીઓ ને સમાજ માટે કાર્યાન્વિત કરવા ગરિમા વુમન ગ્રુપની સ્થાપના કરી અનેકકાર્યોકરીરહ્યાછે., એમના સસરા સનત ભાઈ દવે નાં માર્ગદર્શન હેઠળ ઉમન એમ્પાયરમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત સિલાઇ મશીન વિતરણ, દિવ્યાંગ દીકરી સહાય, વૃધ્ધાશ્રમ માટે જરૂરી ચીજવસ્તુઓ નુ વિતરણ,વૃક્ષારોપણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, અને ગોંડલ તાલુકા ના પાંચિયાવદર મુકામે સિમ શાળામાં પુસ્તક વિતરણ, જેવી અનેક સામાજિક પ્રવૃત્તિ મા પ્રદાન કરે છે. બચપણ નો સંગીત શોખ આજે પણ બરકરાર છે, કરાઓકે ગ્રુપ થકી અનેક લાઇવ કાર્યક્રમ નું આયોજન અને સંચાલન કરે છે. બીપોરજોય વાવાઝોડાં સમયે ગોંડલ માં એક હજાર પરીવારોનું સ્થળાંતર કરાવ્યા નાં પગલે ગોંડલ દોડી ગયેલાં જયશ્રીબેન તથા તેમનાં પતિ રાજકોટ નાં પ્રખ્યાત ડીવાઇન ગૃપ નાં માલીક હિતેશભાઈ એ નાના ભુલકાઓને એક હજાર ફુડ પેકેટ નુ વિતરણ કરી ઉતમ સેવા બજાવી હતી. હર એક પહેલુ માં ધબકતા જયશ્રીબેન આંતરરાષ્ટ્રીય મહીલા દિવસ નિમિતે કહે છે કે ભલે તમે ગૃહીણી હો,માનશીક બંધીયાર વિચારોનાં વાડાઓ તોડી બહાર આવો.સ્ત્રી ક્યારેય અબળા નથી.અબળી કેવળ તેની વિચારધારા છે.હમેંશા એકટીવિટ રહો.તમારાં વિચાર ક્યારેય બંધીયાર નહી રહે.પહેલ કરતા શીખો.સફળતા તમારી રાહ જુએછે.
3. ક્રિકેટર બનવાનું મારા પિતાનું સપનું હું પૂરૂ કરીશ: નિવાસુ બાણુંગરીયા
- જય વિરાણી, કેશોદ
અબતક સાથેની વાતચીતમાં કેશોદની નિવાસુ બાણુંગરીયા જણાવ્યું હતું કે ધોરણ 9માં અભ્યાસ કરું છું મારા પિતાનું પણ સ્વપ્ન હતું કે તે ક્રિકેટર બને. પરંતુ પરિસ્થિતિને કારણે તે બની શક્યા નહીં અને હવે તેમનું સ્વપ્ન પૂર્ણ કરીશ જ્યારે મારા પિતા સાથે હું પણ મેચ જોતી ત્યારે મને પણ એવું થતું કે હું પણ એક ક્રિકેટર બનું,પહેલા મારું સિલેક્શન સૌરાષ્ટ્રમાં ક્રિકેટમાં થયું હતું જેમાં 60 છોકરીઓ વચ્ચે મારો ફર્સ્ટ નંબર આવ્યો હતો ત્યારબાદ રાજ્ય કક્ષાએ પોરબંદર ગઈ હતી આગામી દિવસોમાં પણ હું પણ પ્રેક્ટીસ ચાલુ રાખીશ મારા પિતાને સ્વપ્ન પૂર્ણ કરીશ.
4. મહિલાઓં સશક્તિકરણ તેમજ મહિલા પગભર બને તેવો મુખ્ય ઉદ્દેશ: ભાનુબેન ચંદ્રવાડીયા
- કિરીટ રાણપરિયા, ઉપલેટા
અબતક સાથેની વાતચીતમાં ભાનુબેન ચંદ્રવાડીયા એ જણાવ્યું હતું કે હું પહેલા પ્રાઇમરી ટીચર હતી, 2007માં રિટાયરમેન્ટ લીધું આ ઉપરાંત સ્વામી વિવેકાનંદ વિચારો મને ખૂબ જ પ્રભાવિત કરે છે તેમના વિચારોનું પ્રચાર પ્રસાર કરું એ મારો હેતુ છે તે માટે મેં બહેનો માટે રોજગારીના વર્ગો શરૂ કર્યા જેમાં ઘર બેઠા પોતાનું ગુજરાન ચલાવી શકે સીવણ વર્ગ, કોમ્પ્યુટર વર્ગ, સહિતના વર્ગો શરૂ કર્યા પરંતુ આની પાછળનો મુખ્ય હેતુ મહિલાઓમાં સારા અને સાચા વિચારો પ્રસાર કરવાનો હતો મહિલાઓશક્તિ કરણ તરફ વળે તે જ ઉદ્દેશ્ય સાથે તેમજ સ્વામી વિવેકાનંદના વિચારો ગ્રહણ કરે, આ તાલીમવર્ગો માટે બહેનોને લેવા મુકવા– માટે બસની પણ સુવિધા પણ રાહત દરે કરી આપી છે
5. સ્ત્રીઓનો કોઈ એક દિવસ નથી હોતો, નારીથી જ દરેક દિવસ હોય છે: શીતલ જોશી
- ચિરાગ રાજયગુરૂ, જૂનાગઢ
અબતક સાથેની વાતચીતમાં હીરાદીપ ટ્રસ્ટના શીતલ જોશી એ જણાવ્યું હતું કે દેશના તમામ મહિલાઓને હેપી વુમન્સ ડે. સ્ત્રી નો કોઈ દિવસ નથી હોતો પરંતુ દરેક દિવસ સ્ત્રીનો જ હોય છે સ્ત્રીથી જ રાત થાય છે સ્ત્રીથી જ દિવસ થાય છે .આ ઉપરાંત પુરુષની જિંદગી પણ સ્ત્રી વગર અધુરી છે હીરા ટ્રસ્ટ દ્વારા અમે સતત એવા પ્રયાસો કરી રહ્યા છીએ કે મહિલાઓને રોજગારી તેમાં પાપડ ,ખાખરા અથાણા ,સહિતના હાથ બનાવટની તેમજ વસ્તુઓની પ્રોડક્શન કરીએ છીએ તેમજ તાલીમ વર્ગ ચલાવવામાં આવે છે આ ઉપરાંત અમારી સંસ્થા દ્વારા જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન વિતરણ કરવામાં આવ્યા છે
6. કોઈ ઘટના બને ત્યારથી લઈને હોસ્પિટલ સુધીની સફરમાં દર્દીઓની સાથે રહું છું: સાક્ષી બગડા
- સાગર સંઘાણી, જામનગર
અબતક સાથેની વાતચીતમાં સાક્ષી બગડાએ જણાવ્યું હતું કે, હું 108 માં ઇએમટીની ફરજ બજાવું છું , કઈ ઘટના બને ત્યારથી લઈને હોસ્પિટલ સુધીની સફરમાં દર્દીને જે –જે સારવાર આપવાની હોય તેવી એટીએમ દ્વારા આપવામાં આવે છે ક્યારેક તો એવા બનાવો બને છે કે અમે ઘરે પ્રસંગમાં પણ જઈ શકતા નથી જેમકે પ્રસ્તુતાની ડીલેવરી 108 માં દર્દી કરવી, દર્દી આલ્કોહોલિકો હોય ત્યારે ખૂબ જ મુશ્કેલી પડે છે આ ઉપરાંત ક્યારેક બાળક મૃત જન્મે છે પરંતુ તમામ અડચણની સાથે અમે કોઈનો જીવ બચાવીએ છીએ એનો ગર્વ છે.
7. ધારાસભ્ય જયેશ રાદડિયા આયોજિત 511 દીકરીઓના સમૂહ લગ્નમાં અમારી ટીમ સતત ખડેપગે રહી : રશ્મિબેન બાંધા
- પ્રવિણ દોંગા, જામકંડોરણા
અબતક સાથેની વાતચીતમાં જામકંડોરણા ખોડલધામ મહિલા સમિતિના રશ્મિબેન બાંધા એ જણાવ્યું હતું કે,વિશ્વ મહિલા દિવસ એ સમગ્ર વિશ્વમાં મહિલાઓના સમાનતાને સમર્પિત એક ખાસ દિવસ છે. આ દિવસ મહિલાઓની સિદ્ધિઓ, યોગદાન અને સમાજમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ઉજાગર કરે છે. માં દીકરી, બહેન ,સાસુના રૂપમાં રહેલી મહિલાઓને હું વંદન કરું છું ખોડલધામ મહિના કમિટીની ક્ધવીનર તરીકે હું 25 ગામની બહેનો ને મારી સાથે જોડાયેલા છે આરોગ્ય ક્ષેત્ર અનેકવિધ કેમ્પ તેમજ કોરોનામાં પણ ઉકાળા, અન્નક્ષેત્ર પણ ચલાવેલા છે, ધારાસભ્ય જયેશ ભાઈ રાદડિયા આયોજિત 511 દીકરીઓના સમૂહ લગ્નમાં પણ અમે સતત ખડેપગે રહ્યા હતા, આગામી સમયના પ્રવૃતિ સાથે જોડાયેલા રહેશું આ દિવસ આપણને યાદ અપાવે છે કે મહિલાઓ સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ છે, અને તેમના વિના સમાજનો વિકાસ અધૂરો છે.
8 . સોમનાથના 82 વર્ષના સરોજબેન દવે નારી શકિતનું ‘પ્રતિક’
- જયેશ પરમાર, સોમનાથ
ગીર–સોમનાથ–વેરાવળના વેરાવળ યોગેશ્ર્વર સોસાયટીમાં રહેતા 82 વર્ષી સરોજબેન દવે છેલ્લા 15-17 વર્ષથી અથાણા બનાવે છે. અને ગીરની કેસર કેરીમાંથી બનેલા અથાણાઓ બનાવી 10 થી 15 બહેનોને રોજગારી આપે છે.
મહિલા સંચાલીત આ ગૃહ ઉદ્યોગમાં બનતા અથાણા કોઈપણ જાતના કેમીકલ વગરના અને પ્રીઝરવેશન વગરના હોય છે. આ અથાણા અમદાવાદ–વડોદરા અને ત્યાંથી ત્યાં આવેલા વિદેશી ભારતીયો આ અથાણા લઈ જાય છે. થાક કે ‘રૂક જાના નહીં, તું કહી હાર–કે’ ની જેમ દિવાળી કે સાતમ–આઠમના તહેવારોમાં ઘરે બનાવેલા ફરસાણો અને મીઠાઈઓ પણ સપ્લાય કરે છે. મહિલા સંચાલીત આ ગૃહ ઉદ્યોગમાં તેઓ લોટ બાંધવો–મસાલા નાખવામાં જાતે પણ ભાગ લે છે. તેમની સાથે 10 થી 15 બહેનો પણ કામ કરે છે.તેમના પરિવારના સભ્ય વિવેક દવે સરોજબહેનનો પરિચય આપતા કહે છે તેમણે 1964માં બીએ બીએડનો અભ્યાસ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર ખાતે કર્યો અનેકો કુટિર ઉદ્યોગ મેળાઓમાં તેમણે ભાગ લીધેલ છે.તમામ અથાણા ઘરે બનાવીને જ વેચાણ કરે છે.
અનેક બહેનોને આર્થિક ઉપજ આપી કાર્ય કરવા પ્રેરણારૂપ બન્યા છે.
પોતે સુખી સમૃધ્ધ છે પરંતુ સેવાભાવથી સ્વરોજગારી ઉંમરમાં વ્યસ્તતા સાથોસાથ નવી પેઢીને કંઈક શીખવી જવું કે તેને ભવિષ્યમાં કામ લાગે તેજ હેતુ છે. સંભવ છે કે શીખાયેલી આ કળા બહેનોને સાસરામાં ઉપયોગી અને ભ્રવાલક્ષી ગુણસભર છબી બનાવે છે.
9. બાળકોના સારા ઉછેર માટે મેં બે નોકરી પણ કરી છે,: સોલાબેન મુલાણી
- સાગર સંઘાણી, જામનગર
અબતક સાથેની વાતચીતમાં સોલાબેન મુલાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી કોર્ટ સેવામાં જોડાયેલી છું આ ઉપરાંત ટ્રાફિકમાં, કોર્ટ તેમજ પોલીસ સ્ટેશનમાં કામગીરી કરી ચૂકી છુ, ટ્રાફિક ની ડ્યુટીમાં અકસ્માત પણ થઈ ચૂક્યો છે છતાં પણ આજે બહેનો માટે હું હંમેશા ખડે પગે રહી છું આ ઉપરાંત જ્યારે મારા બાળકો માટે બે નોકરી પણ કરેલી છે બસ હું એટલું જ કહેવા માંગીશ કે ક્યારેય મહિલાએ હિંમત હારવાની નહીં મારા પતિનો મૃત્યુ થઈ ગયું હોવા છતાં મેં હિંમત હાર્યા વગર બાળકોને મોટા ભરી તેમજ મારે કામગીરી પ્રત્યે કર્તવ્ય નિષ્ઠ રહીને આજે હું મારા પગ પર ઉભી છું
10. સેવા હી પરમો ધર્મ: રવિના ડાંગર
- સાગર સંઘાણી, જામનગર
અબતક સાથેની વાતચીતમાં રવિના ડાંગએ જણાવ્યું હતું કે ,હું છેલ્લા ત્રણ વર્ષથી 108 માં સેવા આપી રહી છુ સેવાને જ પ્રાધાન્ય આપી જન્મદિવસ કે કોઈ પાર્ટીને સાઈડમાં રાખી દર્દીઓના કાજે અમે હંમેશા તત્પર રહી કામગીરી કરી રહી છું આ ઉપરાંત અમારી ટીમ દ્વારા કોઈપણ પ્રકારની તબીબી કટોકટીમાં તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવે છે, ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે 108 સેવા એ મહત્વપૂર્ણ તેમજ ઉમદા સેવા છે.