Abtak Media Google News

14 જિલ્લામાં ચૂંટણી ઉત્સવ: વહેલી સવારથી જ મતદાન મથકો બહાર કતારો જામી

લોકશાહીના પર્વમાં બીજા તબક્કાની 93 બેઠકો માટે ઉત્સાહભેર મતદાન થઈ રહ્યું છે. 14 જિલ્લામાં ચૂંટણી ઉત્સવ જામ્યો છે. વહેલી સવારથી જ મતદાન મથકો બહાર કતારો જામી રહી છે.

Untitled 2 Recovered Recovered Recovered Recovered Recovered Recovered Recovered 6

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે.  ચૂંટણી પંચ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. મતદાન દરમિયાન કુલ 1.13 લાખ કર્મચારીઓ ખડેપગે છે. 37432 બેલેટ અને 36157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. સાથે સાથે 40066 જેટલા વિવિપેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.  એટલું જ નહીં 13319 મતદાન મથકો પર વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તો મતદાન સમયે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવાઇ છે. મહત્વનું છે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કુલ 93 બેઠક પર બીજા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં 2.51 કરોડથી પણ વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરવાના છે. જ્યારે 8 ડિસેમ્બરે મતગણતરી બાદ જાહેર કરાશે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપે આમાંથી 51 બેઠકો જીતી હતી. કોંગ્રેસે 39 બેઠકો જીતી હતી, જ્યારે અપક્ષ ઉમેદવારોએ ત્રણ બેઠકો જીતી હતી.

મધ્ય ગુજરાતમાં ભાજપે 37 બેઠકો જીતી છે. કોંગ્રેસને 22 બેઠકો મળી હતી. ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસને 17 અને ભાજપને 14 બેઠકો મળી છે.

બીજા તબક્કામાં 833 ઉમેદવારો મેદાનમાં

ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. બાકીની 93 બેઠકો માટે જે બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે તેમાં 61 રાજકીય પક્ષોના 833 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય ચૂંટણી સંસ્થાના જણાવ્યા અનુસાર, ઉમેદવારોમાં 285 અપક્ષોનો પણ સમાવેશ થાય છે.

14975 મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન

ગુજરાતની 93 બેઠકોના બીજા તબક્કા માટે, રાજ્ય ચૂંટણી પંચે કુલ 14,975 મતદાન મથકો સ્થાપ્યા છે જેના પર મતદારો તેમના મતની નોંધણી કરશે. ચૂંટણી પંચે મતદાન મથકો માટે 1.13 લાખ ચૂંટણી કર્મચારીઓને રોક્યા છે. બીજા તબક્કામાં 833 ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે 2.5 કરોડ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા પાત્ર છે. ચૂંટણી પંચના મતે 2.5 કરોડ લોકોમાંથી 1.29 કરોડ પુરુષો અને 1.22 કરોડ મહિલાઓ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, તમામ મતદારોમાંથી 18 થી 19 વર્ષની વય જૂથના 5.96 લાખ મતદારો છે.

Screenshot 2 15

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.