Abtak Media Google News

આઝાદી કા અમૃત મહોત્સવ અને ઝવેરચંદ મેઘાણી સવાસો નિમિત્તે ગુજરાત સંગીત નાટક અકદમી પ્રેરિત કાર્યક્રમમાં લોકગાયક નીલેશ પંડયા અને સાથી કલાકારો વરસી પડયા

ભારતની આઝાદીના 75 વર્ષ એટલે કે અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સવાસોની જન્મજયંતિ અવસરે સંગીત નાટય અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી રાજકોટની ફીલ્ડ માર્શલ ક્ધયા છાત્રાલયમાં શૌર્ય ગીત, દેશભકિત ગતિ અને લોકગીતોનો કાર્યક્રમ યોજાઇ ગયો.

લગભગ 400 જેટલી વિદ્યાર્થીનીઓ અને અગ્રણીઓની ઉ5સ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં નીલેશ પંડયા અને બિરવાબેન કુકડિયાએ લોકગીતો, દેશભકિત અને શૌર્યગીતોથી જમાવટ  કરી હતી. આલાલીલા વાંસડિયા, વાલો મારો વનમાં ચારે ધેન, આપણા મલકના માયાળુ માનવી, સોના વાટકડી રે, ના છડિયાં હથિયાર, ભેટે ઝુલે છે તલવાર, સૂના સમદરની પાળે, હાલાજી તારા હાથ વખાણું, કસુંબીનો રંગ સહિત અનેક ગીતો પ્રસ્તુત કર્યા હતાં.

આ તકે ફીલ્ડમાર્શલ ક્ધયા છાત્રાલય મેનેજીંગ ટ્રસ્ટી પરસોત્તમભાઇ ફડદુએ જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ અને મેઘાણી સવાસોનો સુભગ સમન્વય કરી ગુજરાત સરકાર જે કાર્યક્રમો યોજી રહી છે તે યુવા પેઢીના જીવન ઘડતરમાં ખૂબ ઉપયોગી થશે.  કેમ્પસ ડાયરેકટર ડો. જે.એમ. પનારાએ કહ્યું હતું કે, ગુજરાત સંગીત નાટક અકાદમીનો પ્રયાસ કાબિલેદાદ છે આવા લોકગીતો, શૌર્યગીતો અને દેશભકિત ગીતોથી યુવાધનમાં સંસ્કારસિંંચન થાય છે.

આ તકે સંસ્થાના આગેવાનો ઉદ્યોગપતિ ધર્મેન્દ્રભાઇ  ફળદુ,  જાણીતા બીલ્ડર નરોત્તમભાઇ કણસાગરા ઉપરાંત રામકૃષ્ણ આશ્રમના ડીવોટી અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિનર પૂર્વ પ્રિન્સીપાલ પન્નાબેન પંડયા સહિત અનેક  મહાનુભાવોએ કાર્યક્રમ માણ્યો હતો. પન્નાબેને સ્વામી વિવેકાનંદના સંદેશનું વાંચન કર્યુ હતું.

કાર્યક્ર્રમમાં સુરતાલની સંગત અભય વ્યાસ, અંબર પંડયા, રવિ યાદવ, હર્ષદ ત્રિવેદી અને અરવિંદ વ્યાસે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.