ફિફા કાઉન્સિલ દ્વારા કોરોના મહામારીને પગલે બંને વર્લ્ડકપ મોકૂફ રાખવાનો કર્યો નિર્ણય

ફિફા વર્લ્ડકપ પણ કોરોનાગ્રસ્ત થયું છે. ફિફા વર્લ્ડકપ પણ કોરોનાના કહેરમાંથી બચી શક્યું નથી પરિણામે ફિફા કાઉન્સિલે ફિફા વર્લ્ડકપ અંતર્ગત યોજાતી અંડર – ૨૦ અને અંડર – ૧૭ વર્લ્ડકપ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. તેમજ વર્ષ ૨૦૨૩માં યોજાનાર વર્લ્ડકપના તમામ અધિકારો ઇન્ડોનેશિયા અને પેરુને સોંપવામાંનો નિર્ણય પણ કરાયો છે. સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ ફફડાટ ફેલાવ્યો છે. વિશ્વના અનેક દેશો કોરોનાની ચપેટમાં ખૂબ ખરાબ રીતે ફસાઈ છે. કોરોના ફક્ત માનવ નહીં પરંતુ અનેકવિધ રમત – ગમતની ઇવેન્ટોને પણ તેની ચપેટમાં લઇ રહ્યું છે. કોરોનાએ વિશ્વ કક્ષાની અનેકવિધ ટુર્નામેન્ટને ગ્રહણ લગાવ્યું છે. વર્ષ ૨૦૨૧માં ફિફા કાઉન્સિલ આયોજિત કુલ બે વિશ્વ કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટ યોજાનારી હતી જેમાં અંડર – ૨૦ અને અંડર – ૧૭ વર્લ્ડકપનો સમાવેશ થાય છે. જેના માટે ફિફા કાઉન્સિલ અને તમામ સ્પોનશરોએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી હતી પરંતુ કોરોનાની લહેર વધુ ગંભીર બનતા આ બંને વર્લ્ડકપ નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાઉન્સિલે સતાવાર રીતે કહ્યું છે કે, કોરોનાના પાણી વાળવામાં સમગ્ર વિશ્વની મહાસતાઓ પણ નિષ્ફળ રહી છે.

કોરોનાનો પ્રકોપ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આ પ્રકારની ટુર્નામેન્ટ યોજી તેને લોકો સુધી પહોંચાડી શકાય નહીં જેને ધ્યાને રાખીને વર્લ્ડકપ મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ફીફાએ તેમની પ્રતિબદ્ધતા અને ટૂર્નામેન્ટની તૈયારીઓ માટે યજમાન સભ્ય સંગઠનો તેમજ ઇન્ડોનેશિયા અને પેરુના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે. ફિફા સફળ ટૂર્નામેન્ટ્સ યોજવા માટે યજમાન દેશો સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખવાની આશા રાખે છે.  ૨૦૧૯ આવૃત્તિની અદ્ભુત સફળતાને પગલે ગયા વર્ષે ફીફા મહિલા વર્લ્ડ કપને ૩૨ ટીમોમાં વધારવા અને મહિલા ફૂટબોલની વૃદ્ધિને આગળ વધારવાનો નિર્ણય ગયા વર્ષે લેવામાં આવ્યો હતો.  ત્યારબાદ ફિફાએ સાથે મળીને કામ કર્યું હતું જેમાં કાઉન્સિલ દ્વારા સ્લોટ્સની ફાળવણી માટેની દરખાસ્ત ઘડવાની અને ફીફા કાઉન્સિલના બ્યુરોએ ૨૦૨૩ આવૃત્તિ માટે હોદ્દાઓની પુષ્ટિ કરી છે. કાઉન્સિલે એએફસી માટે ૬ ડાયરેક્ટ, સીએએફ માટે ૪, કોનકાફે માટે ૪, કોન્મેબોલ માટે ૩,  ઓએફસી માટે ૧ અને યુઇએફએ માટે ૧૧ ડાયરેકટરના હોદા અનામત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.