Abtak Media Google News

સૂર્ય કરતા હજારો-લાખો ગણા વિશાળ સુપરમેસીવ બ્લેક હોલ અંગે ખગોળીય સંશોધન.

ખગોળ શાસ્ત્રીઓએ અવકાશમાં થતી ગેલેકસીઓ વચ્ચેની ભયંકર ટકકર અને ત્યારબાદ સ્ટાર્સ ગળી જતા બ્લેક હોલ અંગે અનેક સંશોધનો કર્યા છે. તાજેતરના સંશોધન અનુસાર સુપરમેસીવ બ્લેક હોલ સ્ટાર્સને ગળવાની પ્રક્રિયા આપણા વિચાર કરતા હજારો ગણી ઝડપે કરે છે. આવી ઘટનાઓ ૧૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ વર્ષે બને છે.

ખગોળીય ઘટનાઓ અંગે સંશોધનમાં બ્લેક હોલ અતિ મહત્વનો વિષય રહ્યો છે. ખગોળ શાસ્ત્રીઓએ ખગોળીય ઘટનાઓના સર્વે બાદ લગાવેલા અંદાજ અનુસાર જયારે ગેલેકસીઓ વચ્ચેની ટકકર થાય છે ત્યારે બ્લેક હોલ ખુબજ ઝડપી સ્ટાર્સ ગળી જાય છે. આ ઘટના પૃથ્વીને સીધી રીતે અસર કરતી ની. આ સુપર મેસીવ બ્લેક હોલ્સ આપણા સૂર્ય કરતા હજારો-લાખો ગણા મોટા હોવાનું ખગોળ શાીઓનું માનવું છે.

આ મામલે યુનિવર્સિટીઓ સેફલેન્ડના ખગોળ શાસ્ત્રી જેમ્સ મુલને જણાવ્યું હતું કે, અમારા સંશોધનના તારણ પરથી જણાય છે કે, બે ગેલેકસીઓ વચ્ચેની ટકકર બાદ સર્જાતા બ્લેક હોલમાં અનેક સ્ટાર્સ અદ્રશ્ય ઈ જાય છે. આ ઘટના આપણે વિચારીએ છીએ તેના કરતા પણ વધુ ઝડપી ઘટતી હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.