Abtak Media Google News

કાશ્મિર ઘાટીના યુવાનો સાથે દોસ્તી કરવા આવ્યો છું, ગૃહમંત્રી અમિત શાહએ દેશવિરોધી તત્વોને ખબરદાર કર્યા

જમ્મુ કાશ્મિરમાં ન ભૂતો ન ભવિષ્ય પ્રથમવાર આરપારની લડાઇ શરૂ થઇ ચુકી છે. ગૃહમંત્રી અમિત શાહએ જમ્મુ કાશ્મિરની મુલાકાત લઇને જણાવ્યું હતું કે હું ઘાટીના યુવાનો સાથે મિત્રતા કરવા આવ્યો છું. કાશ્મિરના લોકોના દિલમાંથી હવે ડર હટી જવા પામ્યો છે. પાકિસ્તાન સાથે કોઇ વાત કરવાની જરૂર નથી. ઘાટીના લોકો સાથે વાત કરવા આવ્યો છું. જમ્મુ કાશ્મિરનો મુદ્ો સળગતો રાખી પોતાના રાજકીય રોટલા શેકનારા તત્વોના હરામી વેળાંથી જમ્મુ કાશ્મિરમાં 2008થી જ પ્રોક્સી વોર જેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તામાં આવતાની સાથે કાશ્મિરના પ્રશ્ર્નનો કાયમી ઉકેલ લાવવા અસરકારક પગલાં ભરી કરવાનું શરૂ કર્યું હતું.કાશ્મિરના આડે હાથે ગળાના હાડકા જેવી પરિસ્થિતિ ઉભી કરનાર કલમ-370ને માખણમાંથી મોવાણો ખેંચાય તે રીતે સહજતાથી દૂર કરી લીધા બાદ પ્રથમ વખત 15 દિવસથી કાશ્મિરમાં વ્યાપક પ્રમાણમાં સાફ સુફી શરૂ થઇ ચુકી છે અને સરકારે સ્પષ્ટ નિર્દેશ આપી દીધા છે કે કાશ્મિર કોઇની જાગીર નથી. ગૃહમંત્રી અમિત શાહએ કાશ્મિરનો પ્રશ્ન, કાશ્મિરીઓની ચર્ચા સાથે જ ઉકેલાશે. તેમાં પાકિસ્તાન જેવા ત્રાહીતોની કોઇ જરૂર નથી.

ઇમરાન ખાને કાશ્મિર અંગે કરેલા નિવેદન અંગે પણ સ્પષ્ટ નિર્દેશ આપી દેવાયો છે કે કાશ્મિર ઇમરાન ખાનની જાગીર નથી. અત્યાર સુધી પાકિસ્તાન જેવા ત્રાહિત વર્ગ સાથે વાતાઘાંટો કરવાની ભૂલ હવે મોદી સરકારે બ્રેક મારી દીધી છે. કાશ્મિરનો પ્રશ્ન ભારતનો અંગત પ્રશ્ન હોય તેમાં કોઇને સામેલ કરવામાં નહીં આવે. સુરક્ષા દળો દ્વારા જમ્મુમાં વ્યાપક સાફ સુફી અભિયાન શરૂ કરી દીધો છે.

સોમવાર સુધીમાં સતત 15 દિવસમાં ભાટા ધૂરીયળ જંગલ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા પાકિસ્તાનના નિવૃત લશ્કરી અધિકારી દ્વારા તૈયાર કરવામાં આવેલા આતંકીઓનો ખાત્મો બોલાવવામાં આવી રહ્યો છે. બે દિવસ પહેલા બે પોલીસ જવાન અને એક લશ્કરી અધિકારીની શાહદ્ત બાદને લઇ સુરક્ષા દળોએ આતંકીઓ ઉપર ઘોસ બોલાવી દીધી છે. 14મી ઓક્ટોબરે શરૂ થયેલાં બીજા અભિયાનમાં વધુ બે જવાનો શહિદ થયાં હતાં.

છેલ્લા 15 દિવસથી ઘાટી અને જંગલ વિસ્તારમાં હરામી તત્વના આશ્રય સ્થાનોને વિણી વિણીને ખતમ કરવામાં આવી રહ્યાં છે. આ અભિયાનને આરપારનો જંગ બનાવી કાશ્મિર ઘાંટીને દેશ વિરોધી તત્વોથી સંપૂર્ણ પણે મુક્ત કરવામાં આવશે. કુંચ વિસ્તારમાં નિવૃત પાકિસ્તાન જંગલ દ્વારા ચલાવવામાં આવતા કેમ્પનો ખાત્મો બોલાવવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.