Abtak Media Google News

ઈમ્યુનોથેરાપી કેન્સરનાં સિગ્નલ્સને બ્લોક કરવામાં થાય છે મદદરૂપ

માત્ર કોરોના જ નહિ પણ કેન્સર જેવા ગંભીર રોગમાંથી મૂકત થવા મજબુત ઈમ્યુનસિસ્ટમ જ ‘જાદુઈ છડી’ સમાન

કોરોના વાયરસે વિશ્ર્વ આખાને ભરડામાં લીધું છે કોરોનાએ તમામ ક્ષેત્રે ગંભીર અને નકારાત્મક અસરો પહોચી છે. પરંતુ આનો એક ફાયદો એ થયો છે કે, લોકો પોતાના સ્વાસ્થ્યનીય કાળજી ‘વધુ’ લેતા થયા છે. એમાં પણ ખાસ રોગપ્રતિકારક શકિત વધારવા પ્રત્યે વધુ સભાન બન્યા છે. જયાં જોવો ત્યાં ઈમ્યુનીટી.. ઈમ્યુનીટી શબ્દ ખૂબ ગુંજી રહ્યો છે. આવામાં વૈજ્ઞાનિકોએ ગંભીર ગણાતા રોગોમાના એક કેન્સર અને ઈમ્યુન સિસ્ટમ પર મહત્વની શોધ કરી છે. જે પ્રમાણે, કેન્સરને મ્હાત આપવા તમારી જ રોગ પ્રતિકારક શકિત સક્ષમ છે. આપણી રોગ પ્રતિકારક શકિત કઈ રીતે કેન્સરને નાથવામાં મદદરૂપ થાય છે. એ પર મિસૌરી યુનિવર્સિટીના સંશોધકોએ નવી પધ્ધતિ શોધી કાઢી છે.

ડિવિઝન ઓફ બાયોલોટીકલ સાયન્સમાં આસિસ્ટન્ટ પ્રોફેસર યબ્સ ચાબુએ કહ્યું કે, સામાન્ય રીતે રોગપ્રતિકારક શકિતના કોષો આપણાં શરીરમાં બહારથી પ્રવેશતા અજાણ્યા તત્વોને ઓળખી તેનો નાશ કરવા માટે સતત કામ કરતા હોય છે. સામાન્ય કોશિકાઓ ઈમ્યુન કોશિકાઓ દ્વારા ઓળખાવાયેલી મોલિકયુલર ફલેગ પર હુમલો કરતી નથક્ષ. આ કામ માત્ર ઈમ્યુન કોશિકાઓ જ કરે છે. પરંતુ ઘણા પ્રકારનાં કેન્સરોમાં સામાન્ય કોશિકાઓ આ કામ કરવાની યોગ્યતા મેળવી લે છે. પણ તેના નુકશાનના સંકેતો ન મળતા કેન્સરનાં દર્દીને મોટુ નુકશાન થાય છે.

સંશોધકોનાં જણાવ્યાનુસાર કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાની ઈમ્યુનૌથેરેપી દવાઓ કેન્સરનાં સિગ્નલ્સને બ્લોક કરવામાં મદદ કરે છે અને આ દ્વારા જ રોગપ્રતિકારક શકિત વધારી કેન્સરનો નાથી શકાય છે. પ્રોફેસર ચાબુએ કહ્યું કે, ઈમ્યુનોથેરાપી ત્યારે જ કામ કરે છે.જયારે કેન્સર, પ્રોસ્ટેટ એનિકર વધુ ઈમ્યુનોસપ્રોસ્સિવ હોય આનો મતલબએ છે કે, કેન્સરનું ભૌતિક સ્વરૂપ અને તેની પરમાણું સંરચના માત્ર શરીરની રોગપ્રતિકારક શકિત પર પ્રભાવિત છે. જો રોગ પ્રતિકારક શકિતને વધુ મજબૂત બનાવીએ તો કેન્સરને પણ મ્હાત આપવી સરળ બની જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.