Abtak Media Google News

સમજાવટ કરવા જતાં પિતા – પુત્ર પર ત્રણ મહિલા સહિત ૬ શખ્સોએ કુહાડા, ધારીયા વડે ખૂની હુમલો કર્યો 

સામા પક્ષે પાઇપ -લાકડી વડે હુમલો થતા યુવક સહિત ત્રણને ઇજા ; સામ સામી ફરિયાદ નોંધાઈ

બાબરાના ખંભાળા ગામે યુવતીને ભગાડી જાવા મુદ્દે સમજાવટ કરવા ગયેલા પિતા – પુત્ર પર ૩ મહિલા સહિત ૬ શખ્સોએ કુહાડા – ધારીયા,લાકડી વડે હુમલો કરી ખૂની હુમલો કર્યો હતો.જ્યારે  સામ પક્ષે ૮ શખ્સોએ કુહાડા – લાકડી વડે વળતો હુમલો કરતા બન્ને પક્ષે મહિલા સહિત પાંચ શખ્સો ઘવાતા સારવાર અર્થે  અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.બાબરા પોલીસે બન્ને પક્ષોની સામ સામી ફરિયાદ નોંધી ૧૨ સામે ગુનો નોંધ્યો છે.

બાબરાના ખભાળા ગામે રહેતા ખાનગી કંપનીમાં ફોન કરતા અરવિંદ રાજાભાઇ સાગઠિયા ( ઉ.વ ૩૫)એ બાબરા પોલીસ સ્ટેશનમાં તેના પિતા પર હુમલો કરનાર  ખભાળા ગામના ભલા દાના સાગઠિયાએ કુહાડા વડે,તેની પત્ની દેવું સાગઠિયાએ ધારીયા વડે, જીગુભાઈ ઉર્ફ પ્રકાશ સાગઠિયાએ લાકડી વડે, મંગા સાગઠિયા ,તેની માતા શાંતું સાગઠિયા, કમુબેન સાગઠિયાએ ખૂની હુમલો કરી ધમકી આપી હતી. પિતા – પુત્રએ કાકાની દીકરીને ભગાડી જવા મુદ્દે સમજાવટ કરતા મહિલા સહિત ૬ શખ્સોએ હુમલો કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.પોલીસે ખૂની હુમલો, મારમારી , રાયોટ, જાહેરનામા ભંગની કલમો હેઠળ ગુનો નોંધી પી.આઈ દીપકકુમાર પ્રસાદે વધુ તપાસ હાથ ધરી છે.

જ્યારે બાબરાના ખંભાળા ગામે રહેતા મનસુખભાઇ રામાભાઈ સાગઠિયા ( ઉ.વ ૩૬)એ બાબરા પોલીસ સ્ટેશનમાં ખભાળા ગામના કરશન રાજાભાઈ સાગઠિયા, મનોજ કરશન સાગઠિયા, રાજા છના સાગઠિયા, અરવિંદ રામ સાગઠિયા, સોમાં રાજા ,બીજલ રાણા સામે પોતાના પર અને કાકા – કાકી પર યુવતી ભગાડી જવા મુદ્દે સમાધાન માટે આવ્યાનું કહી લાકડી , લોખડના પાઇપ વડે હુમલો કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સહિત ત્રણને ઇજા થતાં અમરેલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા..પોલીસે ૬ હુમલાખોરો સામે ધમકી, મારામારી, મ્હાવ્યથા, રાયોટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ નવઘણ સિંધવે તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.