Abtak Media Google News

ઋતુ  બદલાતા, ખરાબ વાતાવરણ અને હવામાં ભેજ  હોવાને કારણે ગળુ ખરાબ થવું શરદી-ખાસીની અંજીર શિયાળામાં  ખવાતું સૌથી  મનપસંદ  ફળ છે. તાજા અંજીરમાં વિટામીન એ સૌથી વધારે પ્રમાણમાં હોય છે. અંજીર  એક સ્વાદિષ્ટ, સ્વાસ્થ્ર્યવર્ધક અને ખૂબજ ઉપયોગી ફળ છે.  વૈજ્ઞાનિક અનુસાર અંજીરના  ડ્રાયફૂટમાં કાબોહાઈડ્રેટ  63 ટકા, પ્રોટીન  5.5 ટકા, સેલ્યૂલોઝ  7.3 ટકા, ખનિજ ક્ષાર 3 ટકા, 1.2 ટકા અને   પાણી 20.8 ટકા હોય છે.  વિટામીન બી અને વિટામીન સી  પણ હોય છે.

પેટની તંદુરસ્તી જાળવે

અંજીરમાં ફાઈબરની માત્રા ઘણી વધારે હોય છે.  તેથી  પેટ સ્વસ્થ રાખવા માટે તે  શ્રેષ્ઠ છે જેમને કબજીયાતની સમસ્યા છે તેમણ આહારમાં અંજીરનો  ચોકકસ પણે સમાવેશ કરવો જોઈએ  રાત્રે સૂકા અંજીર ને  પાણીમાં પલાળી  સવાર  તેનું સેવન  કરવું જોઈએ.

અંજીર ડાયાબિટીસને કંટ્રોલમાં રાખે છે

અંજીરમાં કલોરોજેનિક એસિડ હોય છે. જે બ્લડ સુગરને   કંટ્રોલમાં રાખવામાં અસરકારક છે જો તમને ડાયાબીટીસ છે તો તમે  અંજીરના ફળ અથવા સુકા અંજીરનું સેવન કરી શકો છો તેમાં રહેલું પ્રાકૃતિક સુગર  નુકશાન  કરતું નથી અંજીર ખાવાથી  તમે ડાયાબીટીસના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકો છો.

અંજીર હાડકા માટે શ્રેષ્ઠ

જો તમને  હાડકામાા કોઈપણ પ્રકારની સમસ્યા  હોય, દુ:ખાવો હોય કે હાડકા નબળા હોય તો અંજીરનું સેવન  અવશ્ય કરો. તેમાં કેલ્શ્યિમ વધુ પ્રમાણમાં  હોય  અંજીરનું દુધ સાથે સેવન કરવાથી હાડકાને મજબુત બનાવે છે

સૂકા અંજીર હાડકાને મજબૂત રાખે છે.ઉપરાંત શરીરમાં  હિમોગ્લોબીનનું સ્તર યોગ્ય રીતે જાળવવા માટે અંજીર ખાઈ શકો છો. કારણ કે  તે આર્યનનોમુખ્ય સ્ત્રોત  પણ છે.

અંજીર બ્લડ પ્રેશર ઘટાડે છે

જેને બ્લડ પ્રેશર હાઈ હોય તો તમે અંજીરના ફળ અને સુકા અંજીર બંનેનું સેવન કરી શકાય અંજીરમાં  પોટેશિયમ હોવાથી  તેના નિયમિત  સેવનથી  બ્લડપ્રેશરની સમસ્યાથી બચી શકાય છે. આ રીતે તમે  હૃદયરોગથી પણ દૂર રહી શકો છો.

અંજીર શરીરને ઉર્જાવાન રાખે છે

આજના વ્યસ્ત જીવનમાં  દિવસભર કામના દબાણને  કારણે , શરીર  સંપૂર્ણ પણે  થાકી જાય છે. આવી સ્થિતિમાં  શરીરને  એનર્જી  આપવા માટે  અંજીરનું સેવન કરવું જોઈએ અંજીર ખાવાથી  દિવસભર  ફીટ અને એકિટવ રહી શકો છો.

કેવી રીતે કરવું જોઈએ અંજીરનું  સેવન?

એક પુખ્ત વયના વ્યકિતના  શરીરમાં દૈનિક 1000 મિલિગ્રામ  કેલ્શિયમની આવશ્યકતા રહે છે. દરરોજ ત્રણથી ચાર સૂકા અંજીરનું સેવન કરવાથી શરીરમાં પૂરતી   તાકાત-બળ મળે છે અને કેલ્શિયમની જરૂરતપૂરી  થાાય છે. જો તમને સૂકા અંજીર  ખાવા ન ગમતા હોય તો અંજીરની રાત્રે  પલળવા મૂકી દઈ સવારે એ અંજીર ખાઈ શકાય છે.

અંજીરનું સેવક કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

અંજીર  પચવામાં ભારે હોય છે. તેથી તેનો ઉપયોગ  પાચનશકિતને  અનુસરીને કરવો જોઈએ. કારણ કે  વધારે ખાવાથી તે પેટમાં શૂળ પેદા કરે છે.  વધુ અંજીર  ખાવાથી  યકૃત અને આમશયને નુકશાન પણ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.