Abtak Media Google News

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આમને-સમને : આફ્રિકા પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશ્યું

મહિલા ટી20 વિશ્વકપ ની સેમિફાઈનલ મેચ કેપટાઉનમાં રમાઈ હતી. સેમિફાઈનલમાં યજમાન દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચે ફાઈનલમાં પહોંચવા માટેનો જંગ થયો હતો. ઈંગ્લેન્ડને 6 રનથી હરાવીને દક્ષિણ આફ્રિકાએ પ્રથમ વાર ફાઈનલની સફર ખેડી છે. દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીની પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બંને ઓપનરો અર્ધશતકીય ઈનીંગ વડે દક્ષિણ આફ્રિકાએ સારી શરુઆત કરી ઈંગ્લીશ બોલરોને હંફાવ્યા હતા. નિર્ધારીત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને દક્ષિણ આફ્રિકાએ 164 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ 6 રન દૂર રહી ગઈ હતી. આયાબોગા ખાકાએ 4 વિકેટ ઝડપી હતી.

જવાબમાં ઈંગ્લેન્ડે લક્ષ્યનો પિછો કરતા બંને ઓપનર બેટ્સમેનોએ અર્ધશતકીય ભાગીદારી  નોંધાવી હતી. જોકે ઇંગ્લેન્ડના  ખેલાડીઓએ અંત સુધી મેચ ઉપર પકડ બનાવી હતી અને મેચને રોમાંચક બનાવી દીધો હતો. તો સામે આફ્રિકન ટીમના બોલરોએ પણ ઉત્કૃષ્ટ બોલિંગ કરી હતી અને લક્ષ્ય સુધીન પહોચવામાં સફળતા મેળવી હતી. ઈંગ્લેન્ડને હરાવી હવે રવિવારે દક્ષિણ આફ્રિકા ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.

શરુઆતથી મેચમાં ઈંગ્લેન્ડે પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. પરંતુ મોટી ઈનીંગની અપેક્ષા પુરી થઈ શકી નહોતીય ડેનિયલ વોટે 30 બોલમાં 34 રનની ઈનીંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા  હતા. જ્યારે ઓપનર શોફિયા ડંકલેએ 16 બોલમાં 28 રન નોંધાવ્યા હતા. તેણે પણ 6 ચોગ્ગા ફટકાર્યા હતા. એલિસ કેપ્સી શૂન્ય રને વિકેટ ગુમાવી બેઠી હતી. નેટ સિવીયર બ્રન્ટે 34 બોલનો સામનો કરીને 40 રનની ઈનીંગ રમી હતી. જે ઈંગ્લીશ ટીમનો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર હતો. સુકાની હેથર નાઈટે 25 બોલમાં 31 રનનુ યોગદાન આપ્યુ હતુ. સુકાનીએ અંત સુધી લડતનો પ્રયાસ કર્યો હતો. પરંતુ અંતિમ ઓવરમાં તે વિકેટ ગુમાવી બેઠી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.