Abtak Media Google News

આઈપીએલનું ટાઈટલ ત્રીજી વખત હાંસલ કરવાના બુલંદ ઈરાદા સાથે ધોની સેના મેદાનમાં ઉતરશે: ચેન્નઈને ભરી પીવા હૈદરાબાદ પણ સજ્જ

ચેન્નઈની ટીમે ૯ સીઝનમાં ૭મી વખત ફાઈનલમાં પ્રવેશ કર્યો

બીસીસીઆઈની હાઈ પ્રોફાઈલ ઈન્ડિયન પ્રિમીયર લીગની ૧૧મી સીઝનનો ફાઈનલ જંગ આવતીકાલે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપરકિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ખેલાશે. કાલે રવિવારે સાંજે ૭ કલાકથી મેચનો પ્રારંભ થશે. ૫ કલાકથી ફાઈનલ પૂર્વે સેરેમનીનો આરંભ થઈ જશે. ક્રિકેટ પ્રેમીઓમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આઈપીએલનું ટાઈટલ સતત ત્રીજી વખત હાંસલ કરવાના બુલંદ ઈરાદા સાથે ધોની સેના મેદાનમાં ઉતરશે તો બીજી તરફ ચેન્નઈને ફાઈનલમાં ભરી પીવા માટે હૈદરાબાદની ટીમ પણ તલપાપડ છે.

છેલ્લા દોઢ માસથી ચાલી રહેલી ઈન્ડિયન પ્રિમીયમ લીગની ૧૧મી સીઝનનો આવતીકાલે અંત આવી જશે. કાલે ફાઈનલ મેચમાં ચેન્નઈ સુપરકિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે કાંટે કી ટકકર જામશે. જયારથી ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે ત્યારથી ક્રિકેટ પ્રેમીઓમાં ચર્ચા થતી હતી કે આઈપીએલનો ફાઈનલ સીએસકે અને એસઆરએચ વચ્ચે જંગ જામશે. ક્રિકેટ પ્રેમીઓની આ અટકળ ૧૦૦ ટકા સાબિત થઈ છે. લીગ રાઉન્ડમાં હૈદરાબાદની ટીમ ટોપ પર હતી.

જોકે તે પ્રથમ કવોલીફાઈર મેચમાં ચેન્નઈ સામે હારી ગઈ હતી. જોકે બીજા કવોલીફાઈર મેચમાં હૈદરાબાદે કોલકતાને પરાજય આપી વટભેર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ અગાઉ ધોનીની આગેવાનીમાં ચેન્નઈ સુપરકિંગ્સ ત્રણ વખત આઈપીએલમાં ચેમ્પીયન બની ચુકી છે તો હૈદરાબાદની ટીમ પણ ડેવિડ વોર્નરની આગેવાનીમાં એક વખત ટાઈટલ હાંસલ કરવામાં સફળ રહી છે. ચેન્નઈની ટીમ ૯ સીઝનમાં ૭મી વખત ફાઈનલમાં પ્રવેશ્યું છે ત્યારે કાલે રમાનારા ફાઈનલને જીતવા માટે ચેન્નઈ હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે. ક્રિકેટ પ્રેમીઓને એક રોમાંચક મેચ માણવા મળશે. કાલે સાંજે ૭:૦૦ કલાકે જીવંત પ્રસારણ કરાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.