Abtak Media Google News

ઘોર અંધારી રે રાતલડીમાં…… અબતકના સથવારે જૈનમ નવરાત્રીનો કાલથી ભવ્ય પ્રારંભ

કલાકારો ઉમેશ બારોટ, પરાગ પારેખ, પ્રિતી ભટ્ટ અને પ્રદીપ ઠકકર જેવા ચુનીંદા કલાકારો ધૂમ મચાવશે

અબતક ચેનલ, યુ ટયુબ, અબતક વેબસાઇટ ઇન્સ્ટાગ્રામ સહિતના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર લાઇવ ટેલીકાસ્ટ

શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ ટપ લોકેશન પર આવેલ જૈનમ આયોજીત નવરાત્રી મહોત્સવની  તૈયારીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. આકર્ષક લુક, મનમોહક લાઇટીંગ અને રૂસનું કોર્પોરેટ લુક, આકર્ષક ગિફટસ, ખેલૈયાઓ માટેના લાખેણા ઇનામો અને અવનવી સ્પર્ધા અને થીમ ડે સાથે કાલથી અબતકના સથવારે જૈનમ નવરાત્રી મહોત્સવનો ભવ્યાતિ ભવ્ય પ્રારંભ થઇ રહ્યો છે. અબતક ચેનલ, યુ-ટયુબ અબતક  વેબસાઇટ તથા ઇન્સ્ટાગ્રામ સહીતના ડીઝીટલ પ્લેટફોર્મ ઉપર નવરાત્રીના નવે નવ દિવસ લાઇવ કરાશે.

Dsc 5833

જૈનમ નવરાત્રીની વિશેષતા એ છે કે આ નવરાત્રીમાં સંપૂર્ણ પારિવારિક માહોલ હોય છે અને માત્ર જૈનો માટે જ આ નવરાત્રીનું આયોજન થતું હોવાથી જૈન સમાજના જ દિકરા-દિકરીઓ રાસની  રમઝટ બોલાવે છે. આ વર્ષે ખેલૈયાઓને આકર્ષવા માટે જૈનમમાં થીમ ડે ની ઉજવણી કરવામાં આવશે. આ તકે જૈનમ નવરાત્રીના કલાકારો ઉમેશ બારોટ, પરાગી પારેખ, પ્રિતી ભટ્ટ, પ્રદીપ ઠકકર, તેમજ જૈનમ પરિવારના સભ્યો અમીષ દેસાઇ, ચીરાગ દોશી, મીલેશ મહેતા, જીતુભાઇ લાખાણી, અમીત દોશી, પારસ ખારા, ભાવીન ઉદાણી અને હેમલ કામદારે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.

સતત ત્રણ વર્ષથી જૈન સમાજના ભાઇ-બહેનો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેને સમગ્ર જૈન સમાજ દ્વારા અભૂતપૂર્વ પ્રતિસાદ મલ્યો . સમગ્ર જૈન સમાજ દ્વારા જૈનમ ટીમના આ આયોજનને બિરદાવેલ. સતત ચોથા વર્ષે જૈનમ ટીમ દ્વારા નવરાત્રી મહોત્સવનું શાનદાન આયોજન કરવા જઇ રહ્યું છે.

Dsc 5847

માં આદ્યાશકિતની આરાધનાના નવલા નવરાત્રીના પવિત્ર દિવસોમાં રાજકોટની દરેક જૈન સંસ્થાઓના પૂર્ણ સહયોગ દ્વારા આગામી નવરાત્રી તા. ર૯ સપ્ટેમ્બર થી ૭ ઓકટોબર ૨૦૧૯ સુધી એમ ૯ દિવસ માટે જૈનમ નવરાત્રી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવનાર છે.

નવરાત્રીના પ્રથમ નોરતે એટલે તા. ર૦૯ સપ્ટેમ્બરની રાત્રે ૯ કલાકે જૈનમ નવરાત્રી મહોત્સવનો ધમાકેદાર ઉદધાટન કરવામાં આવશે. આ પ્રસંગે જાણીતા બીલ્ડર અને જૈન અગ્રણી જીતુભાઇ બેનાણીનાં વરદહસ્તે ઉદધાટન કરવામાં આવનાર છે. તદઉપરાંત અતિથિ વિશેષ તરીકે મનીષભાઇ મડેકા રોલેકસ રીંગ, જગદીશભાઇ ડોબરીયા- જે.પી. ઇન્ફ્રાસ્ટ્રકચર, રાજુભાઇ છેડા – જસ્ટ ઇન ટાઇમ, વિનોદભાઇ દોશી – એચ.જે. ઇન્ડસ્ટ્રીઝ સુરેશભાઇ નંદવાણા, ભવાની ઇન્ડસ્ટ્રીઝ, ચંદ્રકાંતભાઇ શેઠ શેઠ બીલ્ડર, મુકેશભાઇ દોશી (મોડર્ન) જયેશભાઇ શાહ, સોનમ કવાર્ટઝ, સુનીલભાઇ શાહ, આર્કેડીયા શેર્સએન્ડ સ્ટોક પ્રફુલભાઇ ગંગદેવ, જાણીતા બિલ્ડર, વિમલભાઇ કેશુભાઇ ખુંટ (કાનાભાઇ) રાજકોટ એગ્રો  ઇન્ડ્રસ્ટ્રીઝ, મનીષભાઇ દોશી ચેરમેન સૌરાષ્ટ્ર રીજીયન, વિરેન્દ્રભાઇ ખારા, જીતેન્દ્ર ગ્રુપ, પ્રાઇડ ગ્રુપ ગોવા, સમીરભાઇ કાલરીયા, શીલ્પન ગ્રુપ ઉ૫સ્થિત રહેશે.

જૈનમ નવરાત્રી મહોત્સવમાં ટ્રસનું મનમોહન દેખાવ સાથે આકર્ષક લાઇટીંગ સાથેનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવનાર છે. રમવાનું વિશાળ ગ્રાઉન્ડ કારપેટથી મઢવામાં આવનાર છે. સ્પોન્સરો માટે આકર્ષક ગઝીબો, બેઠક વ્યવસ્થાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. મેઇન સ્ટેજ ઉપર વિશાળ એલઇડી અને ગ્રાઉન્ડમાં પણ ચાર એલઇડી રાખવામાં આવશે.  ખેલૈયાઓ માટે જૈનમ દ્વારા સ્કુટર, એલઇડી ટીવી, સોલાર સીસ્ટમ ગોલ્ડ ઓર્નામેન્ટ, વોશીંગ મશીન જેવા અન્ય ધણાં બધા ઇનામોથી નવાજવામાં આવશે.

જૈનમ દ્વારા સેલ્ફીના શોખીનો માટે દરરોજ અલગ અલગ થીમ સાથેનો આકર્ષક  સેલ્ફી ઝોન પણ તૈયાર કરવામાં આવેલ છે. જે ખરેખર જોવા લાયક નજરાણું, બની રહેશે.

નવરાત્રી મહોત્સવના ખેલૈયાઓ માટે દરરોજ સ્પર્ધાઓ અને થીમ ડેનું આયોજન કરવામાં આવેલ છે. તા.૩૦ ના રોજ બહેનો માટે મહેંદી ટેટુ થીમ તા.૧ ના રોજ બ્લેક કપલ ડ્રેસીંગ અને બ્લેક થીમ ડે અને ગોગલ્સ થીમ, તા.ર ના રોજ ગ્રુપ સ્ટેપ અને ગ્રુપ ડે્રસીંગ અને દેશભકિત (ટ્રાય કલર) તા.૩ ના રોજ બહેનો માટે હેર સ્ટાઇલ અને ભાઇઓ માટે પાઘડી સ્પર્ધા: તા.૪ ના રોજ બેસ્ટ ફેમીલી ડ્રેસીંગ, થીમ ડે માં કેન્ડલ તથા મોબાઇલ ટોર્ચ, તા.પ ના રોજ બહેનો માટે ચુડી અને ભાઇઓ કેડીયા +મોજડી: તા.૬ ના રોજ ગરબા આરતી અને થીમ ડે માં રેડ એન્ડ વ્હાઇટ ડ્રેસનું આયોજન કરવામાં આવેલ છે. રોજ બરોજ દરેક ગ્રુપને અવનવા ઇનામોની વણઝાર સાથે નવાઝવામાં આવશે.

આ નવરાત્રી મહોત્સવમાં ગુજરાતની શાન સમા સુપ્રસિઘ્ધ સંગીતકાર, ગુજરાત રાજય સંગીત નાટય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ તથા તેમજા સાજીંદાઓ ફરી એકવાર રાજકોટનાં જૈન સમાજના ખેલૈયાઓને ડોલાવશે.

જૈનમ નવરાત્રી મહોત્સવની ટીમ દ્વારા સમસ્ત જૈન સમાજનાં ખેલૈયાઓનો અપ્રિતમ બુકીંગ માટે સહ્રદયથી આભાર વ્યકત કરે છે. હવેથી ડેઇલી પાસ નવરાત્રી દરમ્યાન દરરોજ જૈન મઘ્યસ્થ કાર્યાલયમાંથી મેળવી લેવાના રહેશે જેની નોંધ લેશો.

વધુ માહીતી માટે જૈનમ મઘ્યસ્થ કાર્યાલય, ડોકટર પ્લાઝા, જયુબીલી ચોક, રાજકોટ ખાતે તેમજ જીતુ કોઠારી મો. નં. ૯૮૨૫૦ ૭૬૩૧૬, સુજીત ઉદાણી મો. નં. ૯૮૨૪૬ ૫૦૫૦૧ તથા જયેશ વસા મો. નં. ૯૮૨૪૦ ૪૫૬૦૧ ઉપર સંપર્ક કરવા અનુરોધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.